
શિયાળાની ઠંડીમાં નાના બાળકોનું આ રીતે રાખો ધ્યાન, નહી લાગે ઠંડી નહી પડશે બીમાર
- બાળકોને કુમળો તડકો આપો
- ગરમ કપડા પહેરાવીને સુવડાવો
શિયાળો આવતાની સાથે જ ઠંડીમાં બાળકોને શરદી ખાસીની ફરીયાદ સતાવા લાગે છે આવી સ્થિતિમાં નાના જન્મેલાથી લઈને 1 વર્ષના બાળકની ખાસ કાળજી રાખવી જોઈએ કારણ તે આચલા નાના બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેને લઈને તેઓેને ખાસ કાળજીની જરુર પડે છે તો ચાલો જાણીએ નાના બાળકોને કઈ રીતે ઠંડીથી બચાવી શકાય.
દરોરજ બાળકને ન્હવડાવાનું ટાળો
જો તમારું બાળક 1 થી 6 મહિનાની અદંરની ઉંમરનું છે તો રોજેરોજ તેને નહવડાવો નહી, કેટલીક વખત ગરમ પાણીથી સ્પંજ કરાવીલો , પાણી શરીર પર જો વધુ લાગે છે તો ઠંટી પણ વધે છે અને સાથે તેઓ બીમાર પડી શકે છે.
ગરમ કપડા પહેરાવો
બાળકને પણ ઠંડીથી બચાવવા ગરમ કપડાં પહેરાવો, જ્યારે પણ તે સવુે ત્યારે બ્લેન્કેટ કે ગોદડી ઓઠાવાની આદત પાડી દો. જેનાથી બાળકનું ઠંડી સામે તો રક્ષણ થાય છે,
તડાકામાં બાળકને રાખો
દરરોજ બાળકને વહેલી સવારે તડકો આપો.કુમળા તડકામાં બાળકની હેલ્થ સારી રહે છે અને બાળકને ઠંડીમાં પણ રાહત મળે છે.આવી સ્થિતિમાં દિવસ દરમિયાન બાળકને 2 થી 3 વખત તડકામાં ફેરવવા લાવો .
માથું કવર કરો
ઠંડીમાં બાળકને કાનમાં પવન ન લાગે તેનું ધ્યાન આપવું જોઈે જેથી માથામાં કોટનનો રુમાલ લપેટેલો રાખો અથવા તો પછી ઉનની ટોપી પહેરાવી રાખો જેથી માછું પમ ન ઠરે અને ઠંડીથી બચી શકાય