
રોજ કરો આ અલગ-અગલ ઉકાળાનું સેવન – અનેક રોગોમાં મળશે રાહત,શરીર રહેશે તંદુરસ્ત
સાહિન મુલતાની-
- ઘરે જ બનાવો જૂદા જૂદા ફ્લેવરના કાઢાઓ
- ફૂદીના.તુલસી, આદુ અને લીબુંનો આ કાઢામાં કરો ઉપયોદ
- આ કાઢા શરદીથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપ છે
- કોરોનાકાળમાં આ ઉકાળાઓ ખૂબ જ ફાયદો કરાવે છે
આજકાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીએ રૌદ્ધ સ્વરુપ ઘારણ કર્યું છે, આપણે જાણીએ છીએ કે આ સમયમાં આપણાને ઈમ્યૂનિટી વધારવા કાઢો કેટલો જદરુરી છે, અનેક દેશી વનસ્પતિઓ, મીર-મસાલાથી બનેલા કાઢા ઈમ્યૂન બુસ્ટર સાબિત થાય છે.
આજે આપણે જુદી જુદી વસ્તુઓમાંથી બનતા કાઢા વિશે વાત કરવાના છે, આ દરેક કાઢા તમે ઘરમાં રહેલી જ વસ્તુઓમાંથી બનાવી શકો છો સાથે જ દરરોજ તેનું સેવન કરવાથી. શરદી,ગળાની ખરાશ, ખાસી ,પેટની સમસ્યામાં રાહત મેળવી શકો છો. તો બીજી તરફસ કોરોનાના સમયમાં આ કાઢા તમારું ઈમ્યૂન બૂસ્ટર સાબિત થશં.
ફૂદીના-તુલસીનો કાઢોઃ– એક ગ્લાસ કાઢો બનાવવા માટે 10થી 15 નંગ તુલસી અને ફૂદીનાના પાન લો, એક તપેલીમાં ગરમ પાણી થવાદો આ ગરમ પાણીમાં તુલસી,ફૂદીનાના પાન નાખઈને બરાબર ઉકાળી લો, તેમાં બે ચપટી મરીનો પાવડર એડ કરીને તેનું સવન કરો, આ કાઢો તમને શરદી ખાસીમાં રાહત આપે છે.
મરી,લીબું અને ચ્હાનો કાઢો – એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી ચામી પત્તીનાખીને ઉકાળો, ત્યાર બાદ તેમાં 4 થી 5 વાટેલા મરી નાખો, હવે આ કાઢાને 2 મિનિટ ઉકાળીનો ગાળી લો, હવે આ કાઢો પીતી વખતે તેમાં 1 ચમચી લીબુંનો રસ એડ કરીલો, આ કાઢાનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાની સાથે શરદીમાં રાહત આપશે.
ફૂદીનો,તુલસી,મરી,લવિગં,સુઠનો કાઢો – 10 થી 15 નંગર તુલસી અને ફૂદીનાના પાન લો, ત્યાર બાદ એક તપેલીમાં 2 ગ્લાસ પાણી લો, આ પાણીમાં તુલસી અને ફૂદીનાના પાન ,સૂંઠ, 2 નંગ વાટેલા લવિંગ, 4નંગ વાટેલા મીરનો પાવડર એડ કરીને 5 થી 7 મિનિટ ઉકાળીલો, આ કાઢાના સેવનથી શરીર તંદુરસ્ત તો બનશે જ સાથે અનેક વાયરસ સામે રોદપ્રતિકારક શક્તિ પણ વધારશે.
મરી,હરદળ અને અજમાનો કાઢો -એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી અજમો, 4 નંગ આખા મરી નાખીને ઉકાળી લો, હવે તેને ગાળીલો ત્યાર બાદ તેમાં અડધી ચમચી હરદળ ઉમેરી મિક્સ કરી તેનું સેવન કરો, આ સાયનસની બિમારી ધરાવતા વ્યક્તિઓ માટે ખૂબજ ફાયદા કારક છે, રોજ સવારે ખાસી પેટે આ કાઢાનું સેવન કરવાથઈ સાયનસમાં રાહત થાય છે,
આદુ,લીબું, ફૂદીના અને તુલસીનો કાઢો – 20 નંગ જેટલા તુલસી અને ફૂદીનાના પાન લો, તેને એક તપેલીમાં લઈને તેમાં 2 ગ્લાસ પાણી એડ કરો,ત્યાર બાદ એક આંદુના ટૂકડાને છીણીને તેમાં એડ કરીલો, હવે આ કાઢાને 10 મિનિટ સુધી સતત ઉકાળો.,એટલે આદુંનો રસ તેમાં ભળી જાય ત્યાર બાદ તેમાં 1 ચમચી લીબુંનો રસ એડ કરીને કાઢો ગાળીલો, હવે તેનું સેવન કરો. આ જોરદાર કાઢો છે, એસિડીટીથી લઈને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો, શરદીમાં રાહત. ગળાની ખરાશ દૂર કરવી વગેરે જેવા ફાયદાઓ થોય છે.
હર્બલ કાઢો -એલચી, તજ, તુલસીના પાન, સૂંઠ અને મરીને મિક્ષ કરીને પાણીને ઉકાળી લો. આ કાઢો શરીર માટે બહુ જ લાભકારી રહે છે