Site icon Revoi.in

મોરક્કોમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

Social Share

નવી દિલ્હીઃ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના મોરોક્કન સમકક્ષ અબ્દેલતિફ લૌડીએ મોરોક્કોના બેરેચિડમાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)ના સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું.ભારત અને મોરોક્કો વચ્ચે વિકસતી વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉદ્ઘાટનને એક ઐતિહાસિક ક્ષણ ગણાવતા, રાજનાથ સિંહે જણાવ્યું કે આ સુવિધા TASL અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરાયેલ સ્વદેશી રીતે વિકસિત વ્હીલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મનું ઉત્પાદન કરશે.આ મોરોક્કો રાજ્યની સૌથી મોટી સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટએ ભારતીય ખાનગી કંપની દ્વારા સંચાલિત પ્રથમ પ્લાન્ટ છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે તાજેતરમાં કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) કોઈપણ લડાઈ કે હુમલા વિના આપમેળે ભારતને પરત મળી જશે. PoKના લોકો પોતે જ આઝાદીની માગ કરી રહ્યા છે અને એક દિવસ તેઓ પોતે જ કહેશે, હું પણ ભારતીય છું. રાજનાથ સિંહે મોરક્કોમાં ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી હતી. તેમણે યાદ અપાવતાં કહ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં કાશ્મીરમાં એક સૈન્ય કાર્યક્રમમાં તેમણે આ જ મુદ્દો ઉઠાવ્યો હતો. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિપક્ષ કેન્દ્ર સરકાર પર 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન PoK પર કબજો કરવાની તક ગુમાવવાનો આરોપ લગાવી રહ્યું છે. એ સમયે ભારતીય વાયુસેનાએ ઘણાં પાકિસ્તાની ફાઇટર પ્લેનને તોડી પાડ્યાં હતાં, પરંતુ સરકારે યુદ્ધવિરામ સ્વીકારી લીધો હતો.