
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ (એસએસસી કૌભાંડ)ની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની ટીમે તપાસનો ધમધમાટ તેજ બૂનાવ્યો છે. દરમિયાન, ED સૂત્રોએ જણાવ્યું છે કે, અર્પિતા મુખર્જીએ પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે, તેના ઘરેથી જપ્ત કરવામાં આવેલા તમામ પૈસા પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના હોવાનો અર્પિતા મુખર્જીએ દાવો કર્યો હતો. તેમજ પાર્થના માણસો અહીં પૈસા લાવતા હતા અથવા ક્યારેક મંત્રી પાર્થ ચેટર્જી પોતે પણ આવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીએ પણ દાવો કર્યો હતો કે જ્યાં પૈસા રાખવામાં આવ્યા હતા તે રૂમમાં મને પ્રવેશવાની મંજૂરી નહોતી.
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં EDની કબૂલાતમાં, અર્પિતા મુખર્જીએ કહ્યું હતું કે, રિકવર થયેલા તમામ પૈસા પાર્થ ચેટર્જીના પૈસા છે. તેણે દાવો કર્યો હતો કે, તેના જ માણસો અહીં પૈસા લાવતા હતા. EDની પૂછપરછ બાદ તે ભાંગી પડી હતી. પોતાને નિર્દોષ ગણાવતા અર્પિતાએ કહ્યું કે મને આ અંગે કંઈ ખબર નથી. મને એ રૂમમાં પ્રવેશવાની પણ પરવાનગી નહોતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પાર્થ ચેટરજીના અંગત સચિવ સુકાંત આચાર્યને કોલકાતામાં એજન્સીના મુખ્યાલયમાં ફરી પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ (એસએસસી કૌભાંડ)ની તપાસમાં લાગેલી EDની ટીમે નોટોનો વધુ એક કેશ રિકવર કર્યો છે. EDએ બેલઘરિયામાં 28 કરોડ 90 લાખ રૂપિયા અને લગભગ 5 કિલો સોનું જપ્ત કર્યું છે. આ રોકડ ગણવા માટે અનેક મશીનો મંગાવવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કોભાંડમાં ઈડી દ્વારા ઉડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. ઈડી દ્વારા અર્પિતાની ઉંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈડીની તપાસમાં આંગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.