નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર 2026: આજે શિક્ષક દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ડૉ. એસ. રાધાકૃષ્ણને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ અવસરે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે સંવાદ કરતા પીએમ મોદીએ વર્તમાન સમયની મોટી સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને બાળકોમાં વધતી જતી ‘સ્ક્રીન ટાઇમ’ (મોબાઈલ-સ્ક્રીન)ની લત અને ડ્રગ્સના દૂષણ અંગે મહત્વના વિચારો રજૂ કર્યા હતા.
- વિડીયો ગેમ નહીં, મેદાન પરની રમત બાળકોને લતમાંથી બચાવશે
શિક્ષકો સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાને જણાવ્યું કે આજે સ્ક્રીન ટાઇમ એક પ્રકારની ગંભીર લત બની ગયો છે. જો કોઈ બાળક વિડીયો ગેમ્સને બદલે મેદાન પર અસલી રમતો રમવામાં રસ લેવા લાગે, તો તે ધીમે-ધીમે આ ડિજિટલ લતમાંથી બહાર આવી શકે છે. બાળકોને રચનાત્મક અને શારીરિક પ્રવૃત્તિઓમાં જોડવા માટે આપણે એવા કાર્યક્રમો અને શૈક્ષણિક પદ્ધતિઓ વિકસાવવી પડશે જે આ બાબતોને પ્રોત્સાહન આપે.
- ડ્રગ્સના મુદ્દે ખુલીને વાત કરવાની જરૂર
મોટા શહેરો અને યુનિવર્સિટીઓમાં સામે આવતા ડ્રગ્સના મુદ્દા પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે અક્ષર જાગૃતિના અભાવે અને સ્પષ્ટતા વગર નિયમો બાળકો પર થોપી દેવામાં આવે છે. શિક્ષકોએ તેના પરિણામો અને ડર વિશે સતત જાગૃત રહેવાની જરૂર છે. આ સાથે એ પણ જોવું પડશે કે આવા ઉપાયોથી બાળકોના વ્યવહારમાં શું સકારાત્મક બદલાવ આવી રહ્યો છે.
- સિલેબસ અને પુસ્તકોની બહાર નીકળવું પડશે
શિક્ષણ જગતને મોટો સંદેશ આપતા વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે, બાળકોના જીવન સાથે જોડાવવા માટે આપણે માત્ર પાઠ્યપુસ્તકો અને સિલેબસ પૂરતા સીમિત સીમિત ન રહેવું જોઈએ. શિક્ષકોનું કર્તવ્ય છે કે તેઓ એ વાતની ખાતરી કરે કે બાળકોનું બાળપણ જીવંત રહે અને તે સમય પહેલાં પૂરું ન થઈ જાય.


