1. Home
  2. ગુજરાતી
  3. વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાગઈગર’ના ‘આફત’ સોંગનો પ્રોમો રિલીઝ- આવતી કાલે સોંગ રિલીઝ થશે
વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાગઈગર’ના ‘આફત’ સોંગનો પ્રોમો રિલીઝ- આવતી કાલે સોંગ રિલીઝ થશે

વિજય દેવરાકોંડાની ફિલ્મ ‘લાગઈગર’ના ‘આફત’ સોંગનો પ્રોમો રિલીઝ- આવતી કાલે સોંગ રિલીઝ થશે

0
  • ફિલ્ન લાગઈગરનું સોંગ આફતનું ટિઝર રિલીઝ
  • આવતી કાલે સોંગ રિલીઝ થશે

મુંબઈઃ- જાણીતા અભિનેતા વિજય દેવરકોંડની ફિલ્મ લાઈગર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે આજરોજ આ ફિલ્મનું સોંગ આફતનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યું છે ,જેણે સોશિયલ મીડિયા પર ઘૂમ મચાવી છે.

આ ફિલ્મના અત્યાર સુધીમાં બે સોંગ  ‘અકડી-પકડી’ અને ‘વાટ લગા દેંગે’ રિલીઝ થઈ ચૂક્યા છે. બંને ગીતો દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. લાઈગરમાં વિજય દેવરકોંડા ઉપરાંત અનન્યા પાંડે, રામ્યા કૃષ્ણન, માઈક ટાયસન, રોનિત રોય અને મકરંદ દેશપાંડે જોવા મળશે. તાજેતરમાં વિજય દેવેરાકોંડા અને અનન્યા પાંડે કરણ જોહરના પ્રખ્યાત ચેટ શો કાફી વિથ કરણમાં સાથે જોવા મળ્યા હતા.

આ ફિલ્મનું 3જુ સોંગ છે. ‘આફત’ 5 ઓગસ્ટે સવારે 9 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ પહેલા ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્વિટર પર વિડિયો શેર કરતા અભિનેતા વિજય દેવેરાકોંડાએ લખ્યું, હંમેશા એક સુંદર ડ્રામા ક્વીન હોય છે જે માતા અને પુત્ર વચ્ચે આવે છે.

જો સોંગ વિશે વાત કરીએ તો આ વીડિયોમાં વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે વચ્ચે ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.વિજય દેવરાકોંડા ફિલ્મ ‘લાઈગર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. ફિલ્મની બંને સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે મુંબઈની લોકલમાં મુસાફરી કરતી જોવા મળી હતી. આ ફિલ્મ પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે મોટા પડદા પર આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code