1. Home
  2. ગુજરાતી
  3. એન્ડ્રોઇડ ફોન ખોવાઇ જવાના કિસ્સામાં GPay એકાઉન્ટને આ રીતે રિમોટલી ડિલીટ કરો
એન્ડ્રોઇડ ફોન ખોવાઇ જવાના કિસ્સામાં GPay એકાઉન્ટને આ રીતે રિમોટલી ડિલીટ કરો

એન્ડ્રોઇડ ફોન ખોવાઇ જવાના કિસ્સામાં GPay એકાઉન્ટને આ રીતે રિમોટલી ડિલીટ કરો

0
Social Share

નવી દિલ્હી: આજે ઇન્ટરનેટના આ ફાસ્ટ યુગમાં દરેક કામકાજ મોટા ભાગે સ્માર્ટફોનથી જ કરવામાં આવે છે. જેમાં પૈસા ટ્રાન્સફર જેવા અગત્યના કામકાજ પણ પાર પડાય છે. હવે તમે તમારી બેંકમાંથી કોઇને પણ પૈસા ટ્રાન્સફર કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે Gpay જેવી એપ્સની મદદ લઇ શકો છો. પરંતુ જો કોઇ કિસ્સામાં તમારો ફોન ખોવાઇ જાય તો, તમારું Gpay એકાઉન્ટ ખોટા હાથમાં જાય તો તમારા એકાઉન્ટનો સફાયો થઇ શકે છે.

આપને જણાવી દઇએ કે પેમેન્ટ આધારિત ટેક કંપનીઓ યૂઝર્સ માટે વધારાની સુરક્ષા પણ પ્રદાન કરે છે. આની મદદથી તેઓ એપ પાસકોડ સેટ કરી શકે છે. સુરક્ષા માટે લોકો ફોનમાં સ્ક્રીન લોકનો પણ ઉપયોગ કરે છે. જો કે હેકર્સ તેને સરળતાપૂર્વ તોડી નાખે છે.

જો તમારો પણ ફોન ખોવાઇ જાય તો તે કિસ્સામાં તમે તમારા એન્ડ્રોઇડ ફોનમાંથી GPay એકાઉન્ટને રિમોટલી ડિલીટ કરી શકો છો. સૌ પ્રથમ અહીં Gpay એકાઉન્ટ વિશે વાત કરીએ. જો તમારો એન્ડ્રોઇડ ફોન ખોવાઇ જાય છે, તો તમારે પહેલા બીજા ફોનમાંથી 18004190157 ડાયલ કરવાનું રહેશે.

એકવાર કોલ ડાયલ બાદ તમારે Other Issuesનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ બાદ તમારો કોલ કસ્ટમર કેર એજન્સ સાથે જોડાઇ જશે. તેઓ તમને ગૂગલ એકાઉન્ટને બ્લોક કરવામાં સહાયરૂપ બનશે. આ માટે તમારે તમારું અધિકૃત ગૂગલ એકાઉન્ટ અને મોબાઇલ નંબરની ખરાઇ કરવાની રહેશે.

તે ઉપરાંત અન્ય એક વિકલ્પથી પણ તમે એન્ડ્રોઇડ એકાઉન્ટમાંથી તમામ ડેટા રિમોટલી ઇરેઝ કરી શકો છો. આ માટે તમારે બ્રાઉઝરમાં Android.com/find ઓપન કરવાનું રહેશે. આ પછી તમારે તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન ઇન કરવાનું રહેશે.

Find My Deviceથી એપ એકાઉન્ટ ડિલીટ કરો

Google Find My Device માં, તમે Play Sound, Secure Device અને Erase Device માટેના વિકલ્પો જોશો. આમાં તમારે ઇરેઝ ડિવાઇસનો વિકલ્પ પસંદ કરવાનો છે. તે પછી નીચે સ્ક્રોલ કરો અને Erase Device પર ક્લિક કરો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code