1. Home
  2. ગુજરાતી
  3. એપલના પ્રથમ કોમ્પ્યુટરની થઇ હરાજી, 4 લાખ ડૉલરમાં થઇ હરાજી
એપલના પ્રથમ કોમ્પ્યુટરની થઇ હરાજી, 4 લાખ ડૉલરમાં થઇ હરાજી

એપલના પ્રથમ કોમ્પ્યુટરની થઇ હરાજી, 4 લાખ ડૉલરમાં થઇ હરાજી

0
Social Share
  • એપલના પ્રથમ કોમ્પ્યુટરની હરાજી
  • સ્ટીવ જોબ્સ-સ્ટીવ વોઝનિયાકે બનાવેલા કોમ્પ્યુટરની 4 લાખ ડૉલરમાં હરાજી
  • આ કોમ્પ્યુટરને જોબ્સ અને વોઝનિયાકે અન્ય બે લોકોની મદદથી બનાવ્યું હતું

નવી દિલ્હી: એપલના પ્રથમ કોમ્પ્યુટરની અંતે હરાજી થઇ છે. એપલના સ્થાપક સ્ટિવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાક દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ કોમ્પ્યુટરનું એક હરાજી દરમિયાન 4 લાખ ડોલરમાં વેચાણ થયું છે. 45 વર્ષ જૂના આ કોમ્પ્યુટરને જોબ્સ અને વોઝનિયાકે અન્ય બે લોકોની મદદથી બનાવ્યું હતું.

આમ તો આ કોમ્પ્યુટરના મૂળ માલિક ચેફી હોવાથી તેનું નામ ચેફી કોલેજ એપલ હતું. તેમણે આ કોમ્પ્યુટર 1977ના વર્ષમાં પોતાના એક વિદ્યાર્થીને વેચ્યું હતું. પ્રોફેસરે એપલ-2 ખરીદવા માટે એપલ-1 કોમ્પ્યુટર વેચી દીધું હતું. જો કે, આ વિદ્યાર્થીનું નામ હજુ ગુપ્ત રખાયું છે. આ માટે વિદ્યાર્થીએ પ્રોફેસરને માત્ર 650 ડોલર જેટલી કિંમત ચૂકવી હતી.

ઉલ્લેખનીય છે કે એપલ-1 કોમ્પ્યુટરના 60 કોમ્પ્યુટરમાંનું એક છે, જે હજુ પણ હયાત છે. આ 60 કોમ્પ્યુટરમાંથી 20 હાલ ચાલુ સ્થિતિમાં છે. એપલ-1 કોમ્પ્યુટર મધરબોર્ડ અને કેસ સાથે આવતું હતું. કિબોર્ડ અને માઉસ અલગથી ખરીદવા પડતા હતા. આ કોમ્પ્યુટરનું કેસ Koa લાકડામાંથી બનાવવામાં આવતું હતું, જે હુવાઈમાં બનતું હતું. આ રીતે કુલ 200 જેટલા જ કોમ્પ્યુટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એક અહેવાલ પ્રમાણે આ કોમ્પ્યુટરમાં MOS ટેક્નોલોજીસ 6502 માઇક્રોપ્રોસેસર અને 8KB રેમ આપવામાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર એવો પણ દાવો કરાય છે કે એપલના સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝનિયાકે જ્યારે એપલ-2 કોમ્પ્યુટર બનાવ્યું ત્યારે તેમણે એપલ-1ના માલિકોને વિશેષ ઑફર્સ પૂરી પાડી હતી.

કેલિફોર્નિયાના પૉલ ટેરેલે 50 જેટલા Apple-। કોમ્પ્યુટરનો ઓર્ડર આપ્યો હતો. એક કોમ્પ્યુટર માટે તેમણે 500 ડૉલર ચૂકવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code