1. Home
  2. ગુજરાતી
  3. સ્માર્ટફોનની નીચે આપેલો નાનકડો હોલ આ માટે છે ખાસ, જાણો તેની ખૂબી
સ્માર્ટફોનની નીચે આપેલો નાનકડો હોલ આ માટે છે ખાસ, જાણો તેની ખૂબી

સ્માર્ટફોનની નીચે આપેલો નાનકડો હોલ આ માટે છે ખાસ, જાણો તેની ખૂબી

0
Social Share
  • સ્માર્ટફોનમાં આપ્યું હોય છે આ નાનું હોલ
  • આ હોલ વોઇસ ક્વોલિટીને વધુ સારી બનાવે છે
  • તે ખૂબ જ ખાસ છે

નવી દિલ્હી: આજે જે લેટેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં મળે છે તેમાં સેલ્ફી કેમેરા, રિયર કેમેરા, ઓડિયો જેક, વોલ્યૂમ બટન, સ્પીકર જેવા અનેક પ્રકારના ફીચર્સ હોય છે. પરંતુ શું તમે ક્યારેય એ વાત નોંધી છે કે એની નીચે એક નાનકડો હોલ હોય છે. જે ખૂબ જ નાની જગ્યા હોય છે. આ હોલની ખૂબી વિશે જાણીને તમને પણ અચરજ થશે.

આ હોલ એ એક નોઇઝ કેન્સલેશન માઇક્રોફોન છે જે કોલિંગ દરમિયાન એક્ટિવ થઇ જાય છે. આ માઇક્રોફોનનું કામ કોલિંગ અનુભવને વધુ સારો બનાવવાનું હોય છે. જો આ માઇક્રફોન ના હોય તો જે વ્યક્તિ કોલ પર વાત કરી રહી હોય તેને કોલિંગ દરમિયાન વાતચીત કરવામાં સાંભળવવામાં ખૂબ જ મુશ્કેલી પડી શકે છે. આ હોલ કોઇપણ ફોન માટે ખૂબ જ આવશ્યક હોય છે.

નોઇઝ કેન્સેલેશનનું કામની ખાસિયત એ છે કે તે અવાજની ગુણવત્તાને વધુ શ્રેષ્ઠ બનાવે છે. જ્યારે કોલ પર વાત કરી રહ્યા હોવ તો અનેકવાર આસપાસ ખૂબ જ અવાજ થતો હોય છે. પંરતુ સામેની વ્યક્તિને માત્ર તમારો અવાજ સંભળાતો હોય છે. આવું થવા પાછળનું કારણ આ નાનકડો હોલ એટલે કે માઇક્રોફોનનો હાથ હોય છે. કારણ કે આ માત્ર ખૂબ જ નજીક એટલે કે તમારા અવાજને ટ્રેક કરતું હોય છે અને સામેની વ્યક્તિને માત્ર તમારો જ અવાજ પહોંચાડતો હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code