1. Home
  2. ગુજરાતી
  3. ફેસબૂક-ગૂગલને ભારતના IT નિયમોનો પાલન કરવાનો સંસદીય સમિતિનો નિર્દેશ
ફેસબૂક-ગૂગલને ભારતના IT નિયમોનો પાલન કરવાનો સંસદીય સમિતિનો નિર્દેશ

ફેસબૂક-ગૂગલને ભારતના IT નિયમોનો પાલન કરવાનો સંસદીય સમિતિનો નિર્દેશ

0
Social Share
  • સંસદીય સમિતિની બેઠકમાં ગૂગલ અને ફેસબૂકના અધિકારીઓ રહ્યા હાજર
  • ગૂગલ-ફેસબૂકના અધિકારીઓને ભારતના IT નિયમોનું પાલન કરવાનો અપાયો નિર્દેશ
  • ગૂગલ અને ફેસબુકે પણ સંસદીય સમિતિ સમક્ષ પોતાનો જવાબ રજૂ કર્યો

નવી દિલ્હી: નવા આઇટી નિયમોને લઇને ભારત સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વચ્ચે વિવાદ સતત ચાલી રહ્યો છે. આ વચ્ચે સૂચના તેમજ ટેક્નોલોજી મંત્રાલયે સંસદની સ્થાયી સમિતિની બેઠક બોલાવી હતી. બેઠક બાદ સંસદીય સ્થાયી સમિતિએ ગૂગલ અને ફેસબુકના આધિકારીઓને ભારતના આઇટી નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે.

બીજી તરફ સંસદની સ્થાયી સમિતિની બેઠક દરમિયાન ગૂગલના અધિકારીઓએ પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જાન્યુઆરી અને માર્ચ 2021 વચ્ચે સામુદાયિક દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર યૂટ્યુબે 95 લાખથી વધુ વીડિયો પ્લેટફોર્મ્સ પરથી હટાવ્યા હતા. તેમાંથી 95 ટકા વીડિયો વ્યક્તિઓને બદલે મશીનો દ્વારા ફ્લેગ કરવામાં આવ્યા હતા. મશીનો દ્વારા ઓળખ કરાયેલા લોકોમાંથી 27.8 ટકા લોકોને એકવાર પણ જોવામાં નહોતા આવ્યા.

તે ઉપરાંત સંસદીય સમિતિએ ટ્વિટર પાસે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ બ્લોક કરવા સંદર્ભે પણ સ્પષ્ટતા માંગી છે અને 2 દિવસ સુધીમાં જવાબ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આ ત્રિમાસિક ગાળામાં યૂટ્યુબે સામુદાયિક દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા પર 22 લાખથી વધુ ચેનલો સમાપ્ત કરી હતી. આ અવધિમાં યૂટ્યુબે 1 અબજથી વધુ ટિપ્પણીઓ હટાવી હતી. જેમાંથી મોટા ભાગના સ્પેમ હતા અને ઑટોમેટિક રૂપથી ઓળખવામાં આવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code