1. Home
  2. ગુજરાતી
  3. વોટ્સએપ હવે ટેલિગ્રામને આપશે ટક્કર, ટૂંક સમયમાં લોંચ કરશે કોમ્યુનિટી ફીચર
વોટ્સએપ હવે ટેલિગ્રામને આપશે ટક્કર, ટૂંક સમયમાં લોંચ કરશે કોમ્યુનિટી ફીચર

વોટ્સએપ હવે ટેલિગ્રામને આપશે ટક્કર, ટૂંક સમયમાં લોંચ કરશે કોમ્યુનિટી ફીચર

0
Social Share
  • વોટ્સએપ હવે ટેલિગ્રામ સાથે કરશે સ્પર્ધા
  • હવે ટૂંક સમયમાં લોંચ કરી શકે છે કોમ્યુનિટી ફીચર
  • તેમાં ગ્રૂપ એડમિન કોમ્યુનિટી ક્રિએટ કરશે

નવી દિલ્હી: વિશ્વની સૌથી લોકપ્રિય ચેટ એપ વોટ્સએપ ટૂંક સમયમાં તેના યૂઝર્સને નવું ફીચર આપી શકે છે. વોટ્સએપ હાલમાં એક નવા કોમ્યુનિટી ફીચર પર કામ કરી રહ્યું છે. આ નવું ફીચર એડમિનને ગ્રૂપ પર વધુ સત્તા આપશે. એડમિન આ સત્તાથી ગ્રુપમાં કમ્યુનિટી બનાવી શકશે. કમ્યુનિટીઝ ફીચર એડમિનને કમ્યુનિટી ઇન્વાઇટ લિંક દ્વારા નવા યૂઝર્સના ઇન્વાઇટ કરવા અને એકબીજા સાથે કનેક્ટ કરવાની સુવિધા પણ પ્રાપ્ત થઇ શકશે.

આપને જણાવી દઇએ કે અગાઉ અનેક વખત વોટ્સએપના પ્રાઇવસી ફીચર્સ પર અનેક વાર સવાલો ઉપસ્થિત થયા છે. જો કે WABetaInfoએ દાવો કર્યો છે કે, આ કમ્યુનિટીના તમામ ચેટ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ છે.

રિપોર્ટનું માનીએ તો, નિયમિત વોટ્સએપ ગ્રુપ ચેટની તુલનાએ કમ્યુનિટી ચેટ ડિઝાઇનમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. તેમણે હિંટ આપતા જણાવ્યું છે કે કમ્યુનિટી આઇકોન ગોળ ખૂણા સાથે ચોરસ આકારનો હશે. જો કે, રિપોર્ટમાં તે જણાવ્યું નથી કે ફીચર કે કમ્યુનિટી ચેટ કેવું દેખાશે.

જો કે આ નવું ફીચર ક્યારે લોન્ચ કરાશે તે અંગે કોઇ સ્પષ્ટતા કંપનીએ કરી નથી. પરંતુ આ ફીચર દ્વારા વોટ્સએપ અન્ય મેસેજિંગ એપ જેવી કે ટેલિગ્રામ અને સિગ્નલ સાથે સ્પર્ધામાં ઉતરવાની તૈયારી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો ટેલિગ્રામની વાત કરીએ તો તેમાં 2,00,000 સભ્યોની સાથે ગ્રુપ બનાવી શકાય છે.

નોંધનીય છે કે, વોટ્સએપ દ્વારા હાલમાં જ મલ્ટી ડિવાઇસ સપોર્ટ ફીચર યૂઝર્સ માટે લાઇવ કરી દેવામાં આવ્યું છે. હવે યૂઝર્સને કોઇ ડિવાઇસ સાથે વોટ્સએપને લિંક કરવા માટે સ્માર્ટફોનને ઑનલાઇન રાખવાની જરૂર નથી. હવે એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ હવે વોટ્સએપ પર મલ્ટી-ડિવાઇસ ફીચરનો લાભ ઉઠાવી શકશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code