
અમદાવાદઃ ગાંધીનગરમાં આવેલી રક્ષા યુનિવર્સિટીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રક્ષા ક્ષેત્રમાં 21મી સદીના અનેક પડકારો છે. રક્ષા ક્ષેત્ર કુશળ લોકોની જરૂર છે. આજના દિવસે જ ગુજરાતમાંથી જ દાંડીની યાત્રાની વર્ષો પહેલા શરૂ થઈ હતી. આજનો દિવસ મારા માટે પણ યાદગાર અવસર છે. જે કલ્પના સાથે આ યુનિવર્સિટીનો જન્મ થયો હતો અનેક લોકો સાથે સંવાદ કર્યો હતો અને પછી ગુજરાતમાં આ યુનિવર્સિટી આકાર પામી હતી. અંગ્રેજો પહેલા લોકોમાં ભય ફેલાય તેવા લોકોની પસંદગી કરતા હતા. તેમનું કામ ભારતીય નાગરિકો ઉપર ડંડા ચલાવવો, જો કે, આઝાદી બાદ તેમાં અનેક ફેરફારની જરૂર હતી પરંતુ તે દિશામાં યોગ્ય કામ ના થયું, જેથી આજે પણ સામાન્ય લોકો પણ પોલીસ વિશે એવુ માને છે કે, તેમનાથી બચતા રહો, ભારતમાં એવા મેન પાવરને સુરક્ષાક્ષેત્રમાં લાવવા જરૂરી છે જે સામાન્ય વ્યક્તિના મનમાં મિત્રતા અને વિશ્વાસ ઉભો કરી શકે. જેથી ભારતમાં પહેલીવાર તેનો ઉપયોગ થયો અને રાષ્ટ્ર સામે આ યુનિવર્સિટી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે રક્ષાના ક્ષેત્રમાં અનેક પડકારો ઉભા થયાં છે. આજે ગણતરીની મિનિટોમાં કોમ્યુનિકેશન થાય છે. જેથી દરેક ક્ષેત્રમાં ટ્રેન્ડ પાવરની જરૂરી છે. લોકતંત્ર વ્યવસ્થામાં જનતાને સર્વોપરી માનીને સમાજને દ્રોહ કરનારા લોકો સામે સખ્તાઈ અને સમાજ પ્રત્યે નરમાઈને માનવ બળની જરૂર છે. ફિલ્મોમાં સૌથી ખબાર ચિત્રણ પોલીસ કર્મચારીઓનું હોય છે. અખબારોમાં પણ પોલીસને ખરાબ દર્શાવાય છે. પરંતુ કોરોનાકાળમાં યુનિફોર્મમાં પોલીસ કર્મચારીઓની સેવાની કામગીરીની સમગ્ર દુનિયાએ લીધી હતી. સાયબર સિક્યુરિટી વધી છે. ગુનાના ભેદ ઉકેલવા માટે ટેકનોલોજી મહત્વની સાબિત થઈ રહી છે. દુનિયામાં મોટી મોટી ઘટનામાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનો કરાય છે અને કેવી રીતે ટેકનોલોજીથી સુરક્ષા દળો ગુનાનો ભેદ ઉકેલે છે. પહેલા ગાંધીનગર શિક્ષણ ક્ષેત્ર વાઈબ્રન્ટ વિસ્તાર બની રહ્યો છે. સમગ્ર દુનિયામાં ક્યાંય પણ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી નથી. પરંતુ ગાંધીનગર પાસે આ યુનિવર્સિટી છે અને નેશનલ લો યુનિવર્સિટી પણ ગાંધીનગરમાં છે. ન્યાયતંત્ર સમય ઉપર ગુનેગારોને સજા આપે છે ત્યારે ગુનેગારોમાં ભય ફેલાય છે. જેલની વ્યવસ્થા કેવી રીતે આધુનિક બને, અંદર કામ કરનારા લોકો કેવી રીતે તૈયાર થાય અને ગુનેગાર ગુનામાંથી કેવી રીતે બહાર નીકળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
આ રક્ષા યુનિવર્સિટી છે જે સમગ્ર દેશની રક્ષા માટે મેનપાવર તૈયાર કરનારી યુનિવર્સિટી છે. રક્ષાના ક્ષેત્રમાં અનેક સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. મોબ સાઈકોલોજીને સાન્યટીફિક અભ્યાસ નથી કર્યો તો પરિસ્થિતિ ઉપર કાબુ નહીં મેળવી શકાય. માનવતાના મુલ્યોને જીવનમાં ઉતારવા જોઈએ. રક્ષા ક્ષેત્રમાં આજે દીકરીઓ આવી રહી છે. પોલીસ અને સેનામાં અનેક પદ ઉપર દીકરીઓ આગળ વધી રહી છે. એનસીસી કેડરમાં દીકરીઓ પણ મોટી સંખ્યામાં આવી રહી છે. એનસીસીનો વ્યાપ સરકારે વધાર્યો છે. સાયન્સ, ગમત-ગમત અને શિક્ષા ક્ષેત્રમાં દીકરીઓ વધારે છે. જેમ સુરક્ષા ક્ષેત્રમાં દીકરીઓ વધારે હશે ત્યારે માતા-બહેનોની સુરક્ષામાં વધારો થશે. આઈએમએમ અમદાવાદએ સમગ્ર દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. જેમ આ રક્ષા યુનિવર્સિટી પણ આગવી ઓળખ ઉભી કરશે.
આ પ્રસંગ્રે દેશના ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.