1. Home
  2. ગુજરાતી
  3. તમારું આધાર કાર્ડ ખોવાઇ ગયું છે? તો આ રીતથી તેને પરત મેળવો
તમારું આધાર કાર્ડ ખોવાઇ ગયું છે? તો આ રીતથી તેને પરત મેળવો

તમારું આધાર કાર્ડ ખોવાઇ ગયું છે? તો આ રીતથી તેને પરત મેળવો

0
Social Share
  • ભારતમાં પાસપોર્ટ પછી આધારકાર્ડ છે પુરાવા માટેનું સૌથી વિશ્વસનીય ડોક્યુમેન્ટ
  • જો તમારું પણ આધાર કાર્ડ ખોવાઇ જાય તો આ રીતે પાછું મેળવી શકો છો
  • અહીંયા દર્શાવેલ રીત પ્રમાણે તમે ફરીથી તમારું આધાર કાર્ડ મેળવી શકો છો

નવી દિલ્હી: ભારતમાં અત્યારે પાસપોર્ટ પછી સૌથી વધુ વિશ્વસનીય ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ગણાય છે. માત્ર આધાર કાર્ડની મદદથી વ્યક્તિની તમામ માહિતી, ઘરનું સરનામુ, ફોન નંબર સહિત તમામ માહિતી મળી રહી છે. આધાર કાર્ડને આધારે જ વિવિધ સરકારી યોજનાનો લાભ ઉઠાવી શકાય છે. તે ઉપરાંત ભારતના નાગરિકત્વના મજબૂત પુરાવા તરીકે પણ આધાર કાર્ડ સૌથી વધુ માન્ય ગણાય છે. આટલો મહત્વનો પુરાવો એવું આપનું આધારકાર્ડ ખોવાઇ જાય તો તમે શું કરશો. ચાલો અમે આપને અહીંયા જણાવીશું કે તમે કઇ રીતે નવું આધાર કાર્ડ મેળવી શકો છો.

જો તમારું પણ આધાર કાર્ડ ખોવાઇ જાય તો સૌ પ્રથમ UIDAI વેબસાઇટ પર જાઓ અને આધાર પ્રિન્ટ માટે રિકવેસ્ટ ક્રિએટ કરો. આધાર પ્રિન્ટ સર્વિસ માટે ચાર્જ 50 રૂપિયા છે. પેમેન્ટ પછી યૂઝર્સને આધાર કાર્ડની હાર્ડ કોપી મોકલવામાં આવે છે.

આ રીતે સમગ્ર પ્રક્રિયા કરીને મેળવો તમારું આધાર કાર્ડ

જો તમારું આધાર કાર્ડ ખોવાઇ જાય તો સૌપ્રથમ https://uidai.gov.in/  આધાર કાર્ડ મેળવવાનું રહેશે. આ વેબસાઇટ પર જઇને સૌથી પહેલા My Aadharમાં જાઓ. ત્યારપછી Get Aadharની અંદર Retrieve Lost or Forgotten EID/UIDનો વિકલ્પ પસંદ કરો. આ વિકલ્પમાં આપને 12 અંકોનો આધાર નંબર અથવા તો 16 અંકોનો વર્ચ્યૂલ આઇડેન્ટિફિકેશન નંબર નાખવો પડશે જેની મદદથી આધાર કાર્ડ પ્રિન્ટ કરાવી શકો છો.

આધાર નંબર નાખ્યા પછી આપને પોતાનું નામ, મોબાઈલ નંબર અથવા તો પછી E-Mail એડ્રેસ નાખવાનું રહેશે. કેપ્ચા વેરીફીકેશન કર્યા પછી નવા આધાર કાર્ડની પ્રક્રિયા શરૂ થશો. તમામ માહિતી નાખ્યા પછી તમારા મોબાઈલ પર કે પછી E-Mail એડ્રેસ પર OTP  નાખવાનું ઓપશન મળશે. OTP નાખ્યા પછી તમારુ નવુ આધાર કાર્ડ બનવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code