Site icon Revoi.in

દેશમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, ગુજરાત ATS એ ISIS ના 3 આતંકવાદીઓની ધરપકડ કરી

Social Share

ગાંઘીનગર: ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. પોલીસે ગાંધીનગરના અડાલજથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ત્રણેય શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISIS સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.’

ગુજરાતના આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ને અડાલજમાં આતંકવાદી કાવતરું હોવાની માહિતી મળી હતી. ગુપ્ત માહિતીના આધારે, ATS એ આ વિસ્તારમાં દરોડો પાડ્યો અને ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી.

પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતા

આ ત્રણેય શખસો કઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે સંગઠન સાથે સંકળાયેલા હતા. શું તે કોઈ આતંકી હુમલા અથવા અન્ય કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ. નવા મોડ્યુલના અન્ય સભ્યો કોણ છે અને તેમનો પ્લાન શું હતો. હાલમાં ATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં મોટા ખુલાસા થઈ શકે છે.

આ સમગ્ર મામલે ગુજરાત ATS દ્વારા આજે બપોરે 1:00 વાગ્યે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરાશે, જેમાં પકડાયેલા આતંકીઓની ઓળખ અને તેમના ઈરાદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે.

Exit mobile version