Site icon Revoi.in

ગાંધીનગરમાં રાત્રે 3 વાગ્યે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, અગ્રણીઓએ શુ કહ્યું, જાણો

Social Share

ગાંધીનગર, 27 જાન્યુઆરી 2026: પાટનગર ગાંધીનગરમાં રામકથાના મેદાનમાં ગત મધરાત બાદ 3 વાગ્યે ઠાકોર ક્ષત્રિય સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એક્તા અને શિક્ષણને લઈને જાગૃતતાને સમર્થન આપ્યુ હતું. ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના નેતાઓએ પોતાના વિચારો રજુ કર્યા હતા. મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા જણાવ્યું હતું કે હું વિવેકી છું, ડરપોક નહીં. રાજનીતિમાં કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ. તો કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે પટાવાળા અને સિક્યોરિટીથી બહાર નીકળી IAS-IPS બનો. જ્યારે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે ગેનીબેનને ડીજેવાળા વિશે વિચારવા વિનંતી કરી હતી.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્થાન અને યુવાશક્તિને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય મહાસંમેલન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એક્તા અને શિક્ષણને લઈને જાગૃતતાને સમર્થન આપ્યુ હતું. સંમેલનની શરૂઆત સરસ્વતી વંદના સાથે ભવ્ય રીતે થઈ હતી. ત્યારબાદ ઢોલીઓના તાલે અને ગરબાએ વાતાવરણને જીવંત બનાવ્યું હતું. કાર્યક્રમમાં રાકેશ બારોટ અને કીર્તિદાન ગઢવીના ગીત પર લોકો ઝંડા ફરકાવતા હિલોળે ચડ્યા હતા તો સાંસદથી માંડીને નેતાઓ-આગેવાનોએ કરેલી વાતોને સમાજના લોકોએ આત્મસાદ કરીને એકજૂટ થઈને આગળ થવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમના અંતે સરસ્વતીધામનું ભૂમિપૂજન કરાયું અને સમાજને શિક્ષણના ઉચ્ચ સ્તરે પહોંચાડવા માટેનો સંકલ્પ લેવાયો હતો.

ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા જણાવ્યું હતું કે હું વિવેકી છું, ડરપોક નહીં. રાજનીતિમાં કંઈ આપી નહીં શકું તો રાજનીતિ છોડી દઈશ. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે પટાવાળા અને સિક્યોરિટીથી બહાર નીકળી IAS-IPS બનવા શીખ આપી હતી. જ્યારે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે ગેનીબેનને ડીજેવાળા વિશે વિચારવા વિનંતી કરી હતી

અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના સંમેલનમાં સંબોધન કરતાં કહ્યું કે, આજે સમાજની સાથે રાજકીય શ્રેષ્ઠીઓ એક મંચ પર આવ્યા છે. સરકારના વર્તમાન તેમજ પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો પણ એકસાથે હાજર થયા છે. રાત્રે 3 વાગ્યે સંમેલન બોલાવવામાં આવ્યું હોવાથી અનેક શંકા-કુશંકાઓ ઊભી થઈ હતી, પરંતુ હું વર્ષોથી આ સમાજ વચ્ચે ફરી રહ્યો છું અને રાજ્યના તમામ વિસ્તારોમાં ફર્યા પછી જોયું છે કે અલ્પેશ ઠાકોર રાતોરાત નથી દેખાયો. ગુજરાતમાં ઠાકોર સમાજના સંગઠનની સ્થાપના કરીને બનાસકાંઠાના ઠાકોરોથી લઈને અમદાવાદના અલ્પેશ સુધી સૌને ઓળખાવ્યા છે. સમાજને એક કરવા માટે 15 વર્ષથી સતત પ્રયાસ કર્યા છે.

Exit mobile version