1. Home
  2. revoinews
  3. કેન્દ્રીય બજેટ 2026-27ને કેબિનેટે આપી બહાલીઃ થોડી વારમાં નાણામંત્રી લોકસભામાં રજૂ કરશે
કેન્દ્રીય બજેટ 2026-27ને કેબિનેટે આપી બહાલીઃ થોડી વારમાં નાણામંત્રી લોકસભામાં રજૂ કરશે

કેન્દ્રીય બજેટ 2026-27ને કેબિનેટે આપી બહાલીઃ થોડી વારમાં નાણામંત્રી લોકસભામાં રજૂ કરશે

0
Social Share

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2026 – નાણાકીય વર્ષ 2026-2027ના કેન્દ્રીય બજેટને કેબિનેટ દ્વારા બહાલી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રી મંડળની બેઠકમાં બજેટને બહાલી આપવામાં આવી હતી.

 તે સાથે હવે થોડી વારમાં જ નાણામંત્રી નિર્મલા સિતારમન તેને લોકસભામાં રજૂ કરશે.

નિર્મલા સિતારમન આ સળંગ નવમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે.

budget 2026-27
budget 2026-27

કેબિનેટની મંજૂરી મળતા પહેલાં નાણામંત્રીએ બજેટની પ્રસ્તુતિ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂની મંજૂરી લીધી હતી. નાણામંત્રી તેમના અન્ય સાથીદારો સાથે સવારે 9.30 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ સમક્ષ બજેટ રજૂ કરવાની મંજૂરી માગી હતી. રાષ્ટ્રપતિએ બજેટ રજૂ કરવાની મંજૂરી આપવા ઉપરાંત નાણામંત્રીને પરંપરાગત રીતે દહીં ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code