નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢને બંધારણની કલમ 240 હેઠળ સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે રાષ્ટ્રપતિને કેન્દ્રશાસિત પ્રદેશ માટે નિયમો બનાવવા અને સીધા કાયદા ઘડવાની સત્તા આપે છે.
આ હેતુ માટે, લોકસભા અને રાજ્યસભાના બુલેટિન અનુસાર પહેલી ડિસેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં બંધારણ 131મા સુધારા વિધેયક 2025 રજૂ કરવામાં આવશે. જેમા કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢને કલમ 240માં સમાવવા અન્ય કેન્દ્રશાસિત પ્રદેશ અંગે પણ જોગવાઈ કરાઈ છે.

