
ગાંધીનગરમાં પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીનો શનિવારે દીક્ષાંત સમારોહ યોજાશે
અમદાવાદઃ ગાંધીનગરમાં આવેલી પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ તા. 2 ડિસેમ્બરના રોજ રવિવારે ગાંધીનગરના રાયસણ સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના સંકુલમાં યોજાશે. આ કાર્યક્રમમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ અને યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડો. મુકેશ અંબાણી ઉપસ્થિત રહેશે. તેમજ ઈસરોના ચેરમેન ડો.એસ.સોમનાથ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે. બંને મહાનુભાવો વિદ્યાર્થીઓને સંબોધિત કરવાની સાથે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરશે.