
- રાજસ્થાનમાં રસીકરણની પ્રક્રિયાનું થશે ઓડિટ
- વેક્સિનનનો બગાડ થતા રોકવા માટે સરકારનો પ્રયાસ
- જિલ્લા કલેક્ટર કરશે ઓડિટ
જયપુર: દેશમાં કોરોનાવાયરસને રોકવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા જોરોશોરોથી ચાલી રહી છે. રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે એવી પણ જાણકારી વાયરલ થઈ છે કે વેક્સિનના ડોઝનો બગાડ પણ થઈ રહ્યો છે.
આ બાબતે હવે રાજસ્થાનની સરકારે પગલા લીધા છે અને રાજ્ય સરકારે આનું પણ ઓડિટ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં આની પહેલા જ્યારે કોરોનાના મોંતના આંકડાના પર બબાલ થઈ તો સરકારે તેનું પણ ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો.
જાણકારી અનુસાર વેક્સિનનો બગાડ થઈ રહ્યો છે કે નહી , તે માટે ઓડિટ કરવા માટે જિલ્લા કલેક્ટરને આદેશ કરવામાં આવ્યો છે. કોરોનાની રસીને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં ખટરાગની વચ્ચે મીડિયામાં રસીના બગાડની રોજ નવી રિપોર્ટ આવી રહી છે. આને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને એકબીજા પર માછલા ધોઈ રહ્યા છે. રસીના બગાડના સમાચારો બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે તે કોરોના રસીકરણનું પણ ઓડિટ કરાવશે. આ સંબંધમાં સ્વાસ્થ્ય વિભાગના પ્રમુખ સચિવ અખિલ અરોડાએ આદેશ જારી કર્યો છે. અરોડાએ જિલ્લા કલેક્ટરોના માઘ્યમથી રસી ઓડિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આની સાથે તમામ જિલ્લાના સીએમએચઓને નિર્દેશ આપ્યા છે કે તે રસીકરણ સેન્ટરનું સાપ્તાહિત રૂપથી નિરિક્ષણ કરે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની સરકાર દ્વારા તે પણ દાવો કરવામાં આવ્યો છે કે કોરોના રસીના કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી 1 કરોડ 66 લાખથી વધારે લોકોને રસી લગાવીને રાજસ્થાન દેશભરમાં અગ્રણી છે. રાજ્યમાં રસીનો બગાડ માત્ર 2 ટકાથી ઓછો છે. જે કેન્દ્ર સરકાર તરફથી અપાયેલી પરવાનગીની 10 ટકાની મર્યાદા તથા રસીના સ્ટોરેઝના રાષ્ટ્રીય સરેરાશ 6 ટકાથી બહું ઓછો છે.