
ફિલ્મ ‘ટાઈગર3’ને લઈને દર્શકોનો વઘતો ઉત્સાહ, દિવાળી પર બમ્પર કમાણીની રેસમાં સલમાનની ફિલ્મ
દિલ્હી- બૉલીવુડ અભિનેતા સલમાન ખાન હાલ ચર્ચામાં છે , ફિલ્મ ટાઈગર 3 ને લઈને દર્શકોનો ઉત્સાહ વધતો જ જઈ રહ્યો છે એ઼વાન્સ બુકિંગ શાનદાર ચાલી રહ્યું છે ત્યારે હવે દિવાળી પર સિનેમાઘરોમાં ઘૂમ મચાવા તૈયાર છે.
હવે ફિલ્મ ટાઈગર 3 ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ આ ફિલ્મને લઈને દર્શકોમાં બેચેની વધી રહી છે. ટાઈગર 3 ની એડવાન્સ બુકિંગ અત્યાર સુધી ઘણી સારી રહી છે, પરંતુ દર્શકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે કે દિવાળી પર રવિવારે એટલે કે 12 નવેમ્બરે આ ફિલ્મ કેટલા કરોડની કમાણી કરશે.
ભાઈજાન સલમાન ખાન અને કેટરીના કૈફની એક્શનથી ભરપૂર ટાઈગર 3 આ દિવાળીએ સિનેમાઘરોમાં આવી રહી છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 4 નવેમ્બરથી શરૂ થયું હતું. પાંચ દિવસમાં આ ફિલ્મે 3 લાખથી વધુ ટિકિટો વેચીને સારી એવી કમાણી કરી લીધી છે.
હવે દર્શકોએ પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે કે રવિવારે એટલે કે 12 નવેમ્બરે રિલીઝ થનારી ટાઇગર 3 બોક્સ ઓફિસ પર કેટલા કરોડની કમાણી કરશે.ટાઈગર 3 ના પહેલા મેસેજથી લઈને ટ્રેલર રિલીઝ થવા સુધી લોકોમાં જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે આ ફિલ્મ પહેલા દિવસે ‘જવાન’ કરતા પણ વધુ કમાણી કરીને શાહરૂખ ખાનનો રેકોર્ડ તોડી નાખશે.
ટાઈગર 3 રિલીઝના માત્ર 3 દિવસ પહેલા જ જણાવવામાં આવ્યું છે કે સલમાન ખાન-કેટરિના કૈફની આ ફિલ્મ ભારતમાં પહેલા દિવસે કેટલું નેટ કલેક્શન કરશે. આ આંકડાઓ અને 37 ટકા પ્રેક્ષકોના અભિપ્રાય અનુસાર, ટાઇગર 3 શરૂઆતના દિવસે 35 થી 45 કરોડની વચ્ચેનું નેટ કલેક્શન કરશે.
આ સાથે જ 4 નવેમ્બરથી શરૂ થયેલ ટાઇગર 3નું એડવાન્સ બુકિંગ ખૂબ જ સારું ચાલી રહ્યું છે. આ ફિલ્મે માત્ર 5 દિવસમાં 9.02 કરોડ રૂપિયાની કમાણી કરી છે, હજુ પણ એ જોવાની રાહ છે કે આગામી 3 દિવસમાં આ ફિલ્મ વધુ કેટલી કમાણી કરશે.