1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાજપની પાર્લામેન્ટની બેઠક મળ્યા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી 11મીએ જાહેર થવાની શક્યતા
ભાજપની પાર્લામેન્ટની બેઠક મળ્યા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી 11મીએ જાહેર થવાની શક્યતા

ભાજપની પાર્લામેન્ટની બેઠક મળ્યા બાદ ઉમેદવારોની પ્રથમ યાદી 11મીએ જાહેર થવાની શક્યતા

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરાયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આખરી કવાય ચાલી રહી છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં છેલ્લા બે દિવસથી બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. તમામ બેઠકો પર પાંચ નામોની પેનલો બનાવી દેવામાં આવી છે. જેમાંથી ઉમેદવારોનું નામ પસંદ કરીને ભાજપને પાર્લામેન્ટરી બોર્ડને મોકલાશે. અને ત્યાર બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ભાજપની પ્રથમ યાદી 11મીએ જાહેર કરી દેવાશે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તારીખ 1લી અને 5મી  ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 182 ઉમેદવારો નક્કી કરવા માટે ગુરૂવારથી ગાંધીનગર ખાતેના  કમલમમાં ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો પ્રારભં થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતનાઓની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ બે દિવસમાં સૌરાષ્ટ્ર્રની 37 સહિત રાજ્યની 105 બેઠકોના ઉમેદવારોના નામોની સમીક્ષા અને સુનાવણી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.પ્રથમ તબક્કામાં જે 89 બેઠકોની ચૂંટણી યોજવાની છે તેના ઉમેદવારોના નામની યાદી આગામી તારીખ 11 કે 12મી અને બીજા તબક્કામાં 92 ઉમેદવારોની ચૂંટણી યોજવાની છે તેના ઉમેદવારોના નામ તારીખ 14 અથવા 15મી આસપાસ જાહેર કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી શનિવારથી શરૂ થઈ જશે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14મી હોવાથી તેનું લીસ્ટ 11 અથવા 12મી તારીખે જાહેર કરી દેવાશે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણીમાં 10મી નવેમ્બરથી  ફોર્મ ભરવાનું શરૂ થશે અને તારીખ 18મી સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે અને તેથી તેનું લિસ્ટ તારીખ 14 અથવા 15મી ના જાહેર કરવામાં આવશે. ગુરૂવારે રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર મોરબી અરવલ્લી સાબરકાંઠા મહીસાગર બનાસકાંઠા જિલ્લાની 47 બેઠકની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. શુક્રવારે ગાંધીનગર મહેસાણા અમરેલી બોટાદ અમદાવાદ ભાવનગર ખેડા જામનગર પંચમહાલ નવસારી અને ભરૂચ જિલ્લાની બેઠકની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે મોડી સાંજે પૂરી થઈ જશે. આ 58 બેઠકમાં સૌરાષ્ટ્ર્રની 19 બેઠકોનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્રારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લાની 89 બેઠકની ચૂંટણી યોજવામાં આવશે. બીજા તબક્કામાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણદં ખેડા મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર જિલ્લાની 93 બેઠકોની ચૂંટણી યોજવામાં આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code