
તમન્ના ભાટિયાની અપકમિંગ ફિલ્મ ‘બબલી બાઉન્સર’ નો ફર્સ્ટ લૂક આવ્યો સામે- OTT પર આ તારીખે થશે રિલીઝ
- તમન્ના ભાટિયાની ફિલ્મ ‘બબલી બાઉન્સર’ નો ફર્સ્ટ લૂક
- ઓટીટી પર ફિલ્મ થશે રિલીઝ
મુંબઈઃ- બોલિવૂડની અભિનેત્રી તમન્ના ભાટીયા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર જોવા મળી રહી છે જો કે ફરી તે અનેક તૈયારીઓ સાથે બોલિવૂડ ફિલ્મમાં એન્ટ્રી કરી રહી છે તેની અપકમિંગ ફિલ્મ બબલી બાઉન્સરમાંથી તમન્ના ભાટીયાનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે.
ફિલ્મ ‘બબલી બાઉન્સર’નું નિર્દેશન મધુર ભંડારકરે કર્યું છે. ફિલ્મ ઓટીટી પ્લેટ ફોર્મ પર રિલીઝ કરવામાં આવશે જાણકારી પ્રમાણે આ ફિલ્મ આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં તમન્ના લીડ રોલમાં જોવા મળશે. સ્ટાર સ્ટુડિયો અને જંગલી પિક્ચર્સે આ ફિલ્મની જાહેરાત કરી છે.
https://www.instagram.com/disneyplushotstar/?utm_source=ig_embed&ig_rid=8ed376a6-482d-4f43-8e09-e3e74ae2190c
આ એક કોમેડી ફિલ્મ છે, જે ઉત્તર ભારતના અસોલા ફતેપુર નામના નગરની પશ્ચાદભૂમાં બનાવવામાં આવી છે, જે બાઉન્સર ટાઉન તરીકે ઓળખાય છે. ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરાશે. આ ફિલ્મમાં તમન્ના ભાટિયાને પહેલા ક્યારેય ન જોઈ હોય તેવા અવતારમાં જોવા મળશે કારણ કે તે પ્રથમ વખત બાઉન્સરની ભૂમિકા ભજવી રહી છે.
જો ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં સૌરભ શુક્લા, અભિષેક બજાજ અને સાહિલ વૈદ પણ મહત્ત્વની ભૂમિકામાં દર્શકોને જોવા મળશે. સ્ટાર સ્ટુડિયો અને જંગલી પિક્ચર્સે મધુર ભંડારકર દિગ્દર્શિત ફિલ્મની રિલીઝ તારીખ 23 સપ્ટેમ્બર, 2022 જાહેર કરી છે