રાજકોટ, 10 માર્ચ, 2026: The first phase of house census will be conducted, ભારત સરકાર દ્વારા વર્ષ 2027 માં વસતી ગણતરી કરવામાં આવશે. વસતી ગણતરી માટે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આગામી 20 એપ્રિલથી 19 મે સુધી પ્રથમ તબક્કાની કામગીરી થશે જેમાં સૌપ્રથમ ઘરોની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ બીજા તબક્કામાં મતદારોની ગણતરી થશે. 800 લોકો દિઠ એક કર્મચારીને વસ્તી ગણતરીનો ઓર્ડર અપાયો છે. જ્યારે 6 કર્મચારીઓ દીઠ એક સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે કર્મચારીઓના ખાસ ઓર્ડર કરવામાં આવ્યા છે. આ સિવાય 5 નાયબ મામલતદારની બદલી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં વર્ષ 2011 માં થયેલી વસતી ગણતરી મુજબ 13.90 લાખ જનસંખ્યા નોંધાઈ હતી. વર્ષ 2021 માં કોરોનાને કારણે વસતી ગણતરી થઈ શકી નહતી ત્યારે હવે 15 વર્ષ બાદ વસતી ગણતરી થવા જઈ રહી છે. જેને લઈને તમામ સરકારી વિભાગોના કર્મચારીઓને આ કામમાં જોડવામાં આવી રહ્યા છે. ભારતની વસતી ગણતરી-2027 ની પુર્વ તૈયારી રૂપે રાજય/ જિલ્લા/ તાલુકા સ્તરે વસ્તી ગણતરી બાબતે મ્યુનિસિપલ કમિશ્નર/મુખ્ય અધિકારી/મામલતદાર/ વહીવટી અધિકારી વગેરે દ્વારા ક્ષેત્રિય કામગીરી કરનાર સુપરવાઇઝરો/ગણતરીદારોની નિમણૂંક કરવાની રહેશે. આમ દરેક ચાર્જ અધિકારીઓએ પોતાના તાબા હેઠળના વિસ્તાર માટે વસ્તી ગણતરી અધિનિયમ- 1990 જોગવાઈ-3 હેઠળ સુપરવાઇઝરો/ગણતરીદારોને ભારતની વસ્તી ગણતરી-2027 ની ક્ષેત્રિત કામગીરી અને માહિતી એકત્રિત કરનાર તરીકે નિયુક્ત કરવાના થાય છે.
ભારત સરકારના ડીરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સના નિયામકના તા.6 ફેબ્રુઆરી, 2026 ના પત્રથી વર્ષ-2027 માં જનગણના હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે અન્વયે ગુજરાત સરકારના નોટીફીકેશન તા.2 ફેબ્રુઆરી, 2026 મુજબ જનગણના -2027 ના પ્રથમ તબક્કમાં ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 20 એપ્રિલ 2026 થી 19 મે, 2029 એમ 30 દિવસના સમયગાળામાં કરાશે.

