1. Home
  2. ગુજરાતી
  3. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. દરમિયાન આજે બંને દેશ વચ્ચે પ્રથમ ટી-20 મેચ વેલિંગ્ટનના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની હતી જો કે, ભારે વરસાદને પગલે પ્રથમ મેચ ધોવાઈ હતી. હવે 20મી ડિસેમ્બરના રોજ માઉન્ટ માઉન્ગાનુઈમાં રમાશે.

ભારે વરસાદના પગલે પ્રથમ ટી-20 મેચમાં ટોસ પણ થયો ન હતો. કટ ઓફ ટાઈમ પહેલા જ એમ્પાયર્સ દ્વારા મેચ રદનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બંને ટીમના કેપ્ટને હાથ મિલાવીને મેચ રદ કરવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું. બીજી ટી-20 મેચ તા. 20મી નવેમ્બરના રોજ રમાશે. તે બાદ નેપિયરમાં તા. 22 નવેમ્બરે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે. તા. 25મી નવેમ્બરે ઓકલેન્ડ, બીજી વન-ડે 27મી નવેમ્બરના રોજ હેમિલ્ટન અને ત્રીજી વન-ડે 30મી નવેમ્બરના રોજ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. ટી-20 અને વન-ડે સિરીઝમાં જીતનો બંને ટીમે દાવો કર્યો હતો. ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પાકિસ્તાનની સામે ન્યૂઝીલેન્ડનો અને ઈંગ્લેન્ડની સામે ભારતનો પરાજય થયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code