1. Home
  2. ગુજરાતી
  3. 26/11 હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી ના કરવી તે સરકારની કમજોરી !
26/11 હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી ના કરવી તે સરકારની કમજોરી !

26/11 હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી ના કરવી તે સરકારની કમજોરી !

0
Social Share
  • કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ લખી બુક
  • બુકમાં મુંબઈ હુમલાનો કરાયો ઉલ્લેખ
  • તત્કાલિકન યુપીએ સરકાર વિશે કરી ટિપ્પણી

દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આનંદ પુર સાહિબના કોંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ પોતાની બુકમાં હુમલા દરમિયાન તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહની સરકારને લઈને ટિપ્પણી કરી છે. તેમણે બુકમાં લખ્યું છે કે, 26/11 હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુધ સખ્ત કાર્યવાહી ના કરી કરવી તે વિકનેશની નીશાની છે.

દરમિયાન ભાજપએ તિવારીની બુલને લઈને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આ બુક પરથી એ સાબિત થઈ ગયું છે કે, યુપીએ સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને દાવ ઉપર લગાવી હતી અને તેમણે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ભારતની અખંડતા મુદ્દે કી ચિંતા ન હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયાએ કહ્યું કે, દેશ કોંગ્રેસ સરકારની આ સચ્ચાઈને જાણે છે.

ભાજપે આરોપ લગાવ્યો કે, પાકિસ્તાન સામે સખત કાર્યવાહી કરવાની જગ્યાએ એ સમયે કોંગ્રેસ સરકાર ભાજપ સામે રાજનીતિ કરીને હિન્દુ આતંકવાદની થીયરીને સાબિત કરવાના પ્રયાસોમાં લાગી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તિવારીની બુક “10 ફ્લેશ પોઈન્ટ્સ, 20 વર્ષ”માં તિવારીએ છેલ્લા 20 વર્ષ દરમિયાન ભારતએ જે મુખ્ય રાષ્ટ્રીય પડકારોનો સામનો કર્યો છે તેનો ઉલ્લેખ કર્યો છે. તિવારીએ બુકમાં લખ્યું છે કે, જો કોઈ દેશ (પાકિસ્તાન)ને નિર્દોષ લોકોની હત્યાનો અફસોસ નથી તો પોતાની તાકાતની નહીં પરંતુ કમજોરીની નિશાની છે. બુકમાં તેમણે મુંબઈ હુમલાની સરખામણી 9/11 સાથે કરી છે. તેમજ લખ્યું છે કે, ભારતે આ ઘટનાનો વળતો જવાબ આપવો જોઈ તો હતો. મનિષ તિવારીની બુકને કારણે ફરીથી 26/11 મુંબઈની ઘટનાને તાજી થઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code