Site icon Revoi.in

સુરતમાં માથાભારે ગણાતા બુટલેગર ટેણી’ના ગેરકાયદે દબાણો તોડી પડાયા

Social Share

સુરતઃ અમદાવાદના વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યના પોલીસ વડાએ ગુંડાગીરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવાના કરાયેલા આદેશ બાદ રાજ્યભરમાં ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા માથાભારે આરોપીઓની યાદી બનાવીને પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે સુરતના વિસ્તારમાં બૂટલેગર યુસુફ ઉર્ફે ‘ટેણી’ના ગેરકાયદે મકાનો પર બુડોઝર ફેરવી દેવાયું હતું. પોલીસ અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરાયેલી સંયુક્ત કામગીરીને લીધે ગુંડા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આરોપી યુસુફ ટેણીની ધાક હતી. આરોપી યુસુફે ચાર મહિના પહેલા પોલીસ પર જ ગાડી ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી સામે આઠ જેટલા ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાઈ ચૂક્યા છે. આરોપીની શાન ઠેકાણે લાવવા સુરત મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમે શહેરના ભેસ્તાન વિસ્તારમાં આરોપી યુસુફે સરકારી મિલકત પર કરેલા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતો. આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી અને પીઆઇ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ભેસ્તાન વિસ્તારમાં ચાર મહિના પહેલા એક ચોંકાવનારી ઘટના બની હતી. આરોપી યુસુફ ઉર્ફે ટેણી ટ્રાફિક સર્કલ નજીક ટ્રાફિક કોન્સ્ટેબલને પોતાની સ્કોર્પિયો ગાડીથી કચડવાનો પ્રયાસ કર્યો હતો. 10 મિનિટ સુધી ગાડી ગોળગોળ ફેરવી કન્ટ્રોલ ખોવાઈ ગયું હોય તેમ તે પોલીસની PCR બોલેરો સાથે જોરદાર અથડાયો હતો. આ પછી ટેણી ગાડી સાથે ફરાર થઈ ગયો હતો. ભેસ્તાન પોલીસે ઝડપભરી કાર્યવાહી કરતાં રેલવે સ્ટેશન નજીકથી ટેણીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં પહોંચ્યા પછી તોફાની ટેણીનો ઘમંડ ચકનાચૂર થઈ ગયો હતો. જે પોલીસકર્મીને એ મારી નાખવાની ધમકી આપતો હતો, એ જ પોલીસકર્મી સામે આજીજી કરતો જોવા મળ્યો હતો.

 

Exit mobile version