1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય તબીબી ઉપકરણો ઉદ્યોગ આગામી વર્ષોમાં નવીનતામાં એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવવાની શક્તિ ધરાવે છે: ડો. માંડવિયા
ભારતીય તબીબી ઉપકરણો ઉદ્યોગ આગામી વર્ષોમાં નવીનતામાં એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવવાની શક્તિ ધરાવે છે: ડો. માંડવિયા

ભારતીય તબીબી ઉપકરણો ઉદ્યોગ આગામી વર્ષોમાં નવીનતામાં એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવવાની શક્તિ ધરાવે છે: ડો. માંડવિયા

0
Social Share

નવી દિલ્હીઃ ” મેડટેક મિત્ર એ એક એવું પ્લેટફોર્મ છે જે દેશની યુવા પ્રતિભાઓનો હાથ પકડીને તેમના સંશોધન, જ્ઞાન, તર્ક વગેરેને અંતિમ સ્વરૂપ આપીને મદદ કરશે. અને તેમને નિયમનકારી મંજૂરી મેળવવામાં મદદ કરશે.” તેમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ અને ખાતર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. તેમણે વર્ચ્યુઅલ રીતે ‘ MedTech’ મિત્ર ‘ લોન્ચ કર્યું: મેડટેક ઇનોવેટર્સ અને એડવાન્સ હેલ્થકેર સોલ્યુશન્સને સશક્ત બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલ છે જે આજે અહીં પ્રો. એસપી સિંહ ભાગેલ , કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી જેઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને ડૉ. વી.કે.પોલ, સભ્ય આરોગ્ય, નીતિ આયોગની હાજરીમાં ખુલ્લી મૂકાઈ.

આ પ્રસંગે બોલતા ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે “મેડિકલ ડિવાઈસ સેક્ટર એ ભારતના હેલ્થકેર સેક્ટરનો આવશ્યક અને અભિન્ન ઘટક છે. વિકસીત ભારતના વિઝનને અનુસરીને , ભારત 2047 સુધીમાં દેશમાં આરોગ્યના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવાના વિઝન સાથે આરોગ્ય પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવી રહ્યું છે”. ભારતનું મેડટેક સેક્ટર 80% સુધીનું માપન અત્યંત આયાત આધારિત છે તેની નોંધ લેતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે “દેશમાં તબીબી ઉપકરણો પૂરા પાડવામાં આવે તેની ખાતરી કરવા માટે, આ ક્ષેત્રે ઉત્પાદન સાથે જોડાયેલ પ્રોત્સાહક યોજનાઓના અમલીકરણ અને રોકાણ માટે મેડિકલ ડ્રગ પાર્ક, મેડટેક સંશોધન નીતિ અને મેડટેક સંશોધન પ્રોત્સાહન યોજનામાં અસાધારણ પ્રગતિ જોઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ સહયોગી પહેલ,  સસ્તા, ગુણવત્તાયુક્ત મેડટેક ઉપકરણો અને ડાયગ્નોસ્ટિક્સના સ્વદેશી વિકાસને સરળ બનાવશે જે આ ક્ષેત્રની આયાત નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડા તરફ દોરી જશે.” આ ક્ષેત્રની વૃદ્ધિ અને સંભવિતતા પર ભાર મૂકતાં ડૉ. માંડવિયાએ કહ્યું કે “મને વિશ્વાસ છે કે, ભારત 2030 સુધીમાં 50 અબજ ડોલરનો ઉદ્યોગ બની જશે.”

ટેકનોલોજીમાં ઝડપી વિકાસની ગતિને ઉજાગર કરતા ડૉ. માંડવિયાએ ઉમેર્યું હતું કે “રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બિગ ડેટા, વર્ચ્યુઅલ રિયાલિટી, નેનો ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસને કારણે આજે મેડિકલ ડિવાઈસ સેક્ટર ઝડપથી બદલાઈ રહ્યું છે.” ઈનોવેટર્સ અને યુવાનોની પહેલ અને પ્રયત્નોને બિરદાવતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે “દેશમાં સંશોધનકારો, સંશોધકો અને સ્ટાર્ટ અપ યુવાનોમાં અપાર શક્તિ છે જેઓ સંશોધન અને તર્ક વિકાસ કેવી રીતે કરવું તે જાણે છે . જો મંજૂરીના તબક્કે જ કોઈને મદદ મળે, તો અજાયબીઓ હાંસલ કરી શકાય છે જે ભારતને આત્મનિર્ભર બનવા અને વિકસીત ભારતનું વિઝન હાંસલ કરવામાં માઈલો આગળ લઈ જશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે “વધતી જતી આરોગ્યસંભાળની જરૂરિયાતો અને સરકારની વૃદ્ધિને સરળ બનાવવાની પ્રતિબદ્ધતા દ્વારા સમર્થિત, ભારતીય તબીબી ઉપકરણો ઉદ્યોગ આગામી વર્ષોમાં નવીનતામાં એક શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવવાની શક્તિ ધરાવે છે”

પ્રો. એસપી સિંહ ભાગલે જણાવ્યું હતું કે “ મેડટેક મિત્ર એ ભારતમાં ઉભરતા ઉદ્યોગસાહસિકો અને સંશોધનકારો માટેનું પ્લેટફોર્મ છે. તે એક ઇકોસિસ્ટમ, એક સમુદાય કરતાં વધુ છે. તે ક્રાંતિકારી પરિવર્તનનો આશ્રયદાતા છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “આપણા દેશમાં  આરોગ્યસંભાળના પરિદ્રશ્યમાં પરિવર્તન લાવવા માટે સચોટ અને ખર્ચ-અસરકારક સ્વદેશી તકનીકોનો ઉપયોગ અત્યંત મહત્વનો છે. મેડટેક મિત્ર એ એક એવી પહેલ છે જે આરોગ્ય ક્ષેત્રે પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ હિતધારકો વચ્ચે સહકાર વધારવા અને તેમની સાથે ભાગીદારી કરવા માટે તબીબી તકનીકના ક્ષેત્રમાં વિવિધ હિતધારકોને એકસાથે લાવે છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code