
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રસાર-પ્રચારમાં શ્રદ્ધા હત્યાનો મુદ્દો ઉઠવ્યો
નવી દિલ્હીઃ ગુજરાતમાં હાલ વિધાનસભાનો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે અને કેન્દ્રીય મંત્રીઓ પણ ચૂંટણીપ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ દિલ્હીમાં થયેલા ચકચારી શ્રદ્ધા હત્યા કેસના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યાં છે. આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ આ હત્યાની ઘટના લવ જેહાદ ગણાવી હતી.
દિલ્હીની શ્રદ્ધા વોકરની હત્યાના પડઘા ગુજરાતની ચૂંટણીમાં પણ પડી રહ્યાં છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કચ્છમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે, જો દેશમાં કોઈ મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ (અમીન પૂનાવાલા) જન્મશે અને આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં. સરમા ભારપૂર્વક કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર છે. આ હત્યાને હિમંતા સરમાએ તેને લવ જેહાદ ગણાવ્યું હતું.
સરમાએ કહ્યું, “આફતાબ શ્રદ્ધાને મુંબઈથી લાવ્યો હતો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી દીધા હતા, અને તેણે લાશને ફ્રિજમાં રાખી હતી. જ્યારે શ્રદ્ધાનો મૃતદેહ ફ્રીજમાં હતો ત્યારે તે બીજી મહિલાને ઘરે લઈ આવ્યો હતો.” તેમજ તેને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.” સરમાએ વધુમાં કહ્યું હતું કે, ” દેશ પાસે શક્તિશાળી નેતા જરૂરી છે જે રાષ્ટ્રને પોતાની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરમાં જન્મશે. આપણે આપણા સમાજનું રક્ષણ કરી શકીશું નહીં.”