
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત
- ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે સીએમ યોગી સાથે કરી મુલાકાત
- રાજ્યપાલ આનંદીબેન સાથે પણ કરી મુલાકાત
- આ ફિલ્મને દર્શકોનો મળી રહ્યો છે સપોર્ટ
લખનઉ: નિર્દેશક વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી, અનુપમ ખેર, અભિષેક અગ્રવાલ સહિતની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ટીમે રવિવારે સીએમ કાર્યાલય ખાતે ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી.યોગી આદિત્યનાથના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી મુલાકાતની એક ઝલક શેર કરવામાં આવી હતી.
તેણે ફિલ્મ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. તેણે ટ્વિટ કર્યું, “ફિલ્મ #TheKashmirFiles ધાર્મિક કટ્ટરતા અને આતંકવાદની અમાનવીય ભયાનકતાને હિંમતભેર ઉજાગર કરે છે.નિઃશંકપણે આ ફિલ્મ સમાજ અને દેશને જાગૃત કરવામાં મદદ કરશે.આવી વિચારપ્રેરક ફિલ્મના નિર્માણ માટે સમગ્ર ટીમને અભિનંદન.”
फिल्म #TheKashmirFiles मजहबी कट्टरता व आतंकवाद की अमानवीय विभीषिका को निर्भीकता से प्रकट करती है।
निःसंदेह यह चलचित्र समाज व देश को जागरूक करने का काम करेगा।
ऐसी विचारोत्तेजक फिल्म निर्माण के लिए पूरी टीम को बधाई देता हूं।@AnupamPKher @vivekagnihotri pic.twitter.com/Bd72cdPFfM
— Yogi Adityanath (@myogiadityanath) March 20, 2022
11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર અને અન્ય કલાકારો છે. ફિલ્મની વાર્તા 1990માં કાશ્મીરી પંડિતોના નરસંહારની આસપાસ ફરે છે અને તેનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ ‘તાશ્કંદ ફાઇલ્સ’, ‘હેટ સ્ટોરી’ અને ‘બુદ્ધ ઇન અ ટ્રાફિક જામ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે.
ફિલ્મને દર્શકોનો સતત સપોર્ટ મળી રહ્યો છે. લોકો સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે.