1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રમોશન કરનારી પહેલી ફિલ્મ બની RRR
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રમોશન કરનારી પહેલી ફિલ્મ બની RRR

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રમોશન કરનારી પહેલી ફિલ્મ બની RRR

0
Social Share
  • ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પ્રમોશન કરનારી પહેલી ફિલ્મ બની RRR
  • ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ લીડ રોલમાં
  • 25 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મ

મુંબઈ:એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ટૂંક સમયમાં દર્શકો સામે તેની ભવ્યતા દર્શાવવા માટે તૈયાર છે જેના કારણે સુપરસ્ટાર જુનિયર એનટીઆર, રામ ચરણ અને એસએસ રાજામૌલી ફિલ્મના પ્રમોશનમાં કોઈ પ્રકારની કસર છોડી રહ્યા નથી.જે રીતે ફિલ્મ આટલી ભવ્ય છે,તો તેનું પ્રમોશન પણ અલગ અને ભવ્ય રીતે થવું જોઈએ.આ પહેલીવાર બન્યું છે કે,ગુજરાતમાં સ્થિત ભવ્ય સ્મારક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર કોઈ ફિલ્મનું પ્રમોશન કરવામાં આવ્યું અને આખરે કેમ નહીં, જેમ આ સ્મારક એકતાનું પ્રતિક છે, તેવી જ રીતે આ ફિલ્મ પણ એકતાને બતાવે છે

સુપરસ્ટાર્સ એનટીઆર જુનિયર, રામ ચરણ અને એસએસ રાજામૌલીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસે ઊભા રહી ફોટો પડાવ્યો છે અને તેમની હાજરીને ચિહ્નિત કરવા તેમની હાજરી પર હસ્તાક્ષર કર્યા.

RRR 25 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ છે. જો કે ફિલ્મમાં બંનેનો રોલ જુનિયર એનટીઆર અને રામ ચરણ કરતા ઓછો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code