1. Home
  2. ગુજરાતી
  3. શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’માં આ દિગ્ગજ એક્ટરની એન્ટ્રી
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’માં આ દિગ્ગજ એક્ટરની એન્ટ્રી

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’માં આ દિગ્ગજ એક્ટરની એન્ટ્રી

0
Social Share
  • શાહરૂખની ફિલ્મ પઠાણમાં આશુતોષ રાણાની એન્ટ્રી
  • શાહરુખ ખાન-દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે
  • દર્શકો ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત

મુંબઈ :બોલિવુડ એક્ટર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ આજકાલ તેમની ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યાં ફિલ્મના સેટ પરથી બંને સ્ટાર્સની તસવીરો સતત બહાર આવી રહી છે. જેના કારણે દર્શકો પણ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે. જ્યાં હવે અહેવાલ છે કે, આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં નવી મજબૂત એન્ટ્રી કરવામાં આવી છે. જેના કારણે આ ફિલ્મ હવે વધુ તીવ્ર બનવા જઈ રહી છે. હવે પ્રખ્યાત અભિનેતા આશુતોષ રાણાએ શાહરૂખની આ ફિલ્મમાં પ્રવેશ કર્યો છે.

અભિનેતા આશુતોષ રાણા આ ફિલ્મમાં રો ના સંયુક્ત સચિવની ભૂમિકા ભજવતા જોવા મળશે. અહેવાલ મુજબ આદિત્ય ચોપડા અને સિદ્ધાર્થ આનંદને આશુતોષની ફિલ્મમાં કાસ્ટ કરવાનો વિચાર તેમની ફિલ્મ ‘વોર’માંથી આવ્યો હતો.

તાજેતરમાં આશુતોષ રાણાએ પણ શાહરૂખ ખાન અને ડિમ્પલ કાપડિયા સાથે મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં કેટલાક સીન્સનું શૂટિંગ શરૂ કર્યું છે. આદિત્ય ચોપડાએ ખુદ આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયાને આ ફિલ્મમાં વરિષ્ઠ ગુપ્તચર અધિકારીની ભૂમિકા માટે પસંદ કર્યા છે.

આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ નજરે પડશે. આ ફિલ્મમાં જ્હોન વિલનની ભૂમિકામાં જોવા મળશે, એટલું જ નહીં, આ પ્રથમ વખત હશે જ્યારે જ્હોન અને શાહરૂખ ખાન એક ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે.

આ ફિલ્મમાં સલમાન ખાન પણ એક મહાન કેમિયો કરતા નજરે પડશે. પઠાણમાં બોલિવુડના ટાઇગરની એન્ટ્રી જોવા માટે પણ દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. શાહરૂખ ખાન લગભગ 3 વર્ષ બાદ બોલિવુડમાં કમબેક કરવા જઈ રહ્યા છે, આ પહેલા અભિનેતા 2018 માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ઝીરોમાં નજરે પડ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code