- કોરોનાના એક્ટિવ કેસોમાં ઘટાડો
- 7 મિહના બાદ નોંધાયા સૌથી ઓછા કેસ
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીની શરુઆત થઈ ચૂકી હતી ,આ સાથે જ કોરોનાની પહેલી લહેર બાદ બીજી લહેર એ ભયાનક સ્વરુપ અપનાવ્યું હતુ, જો કે ઘીમે ઘીમે કોરોનાની બીજી લહેર ઓછી થતી ગઈ અને સરેરાશ કેસો ઘટતા ગયા ત્યારે હવે જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તોમ દેશભરમાં કોરોના વાયરસના કુલ 18 હજાર 166 નવા કેસ નોંધાયા છે.
આ નવા નોંધાયેલા કેસની સંખ્યાઆ સાત મહિનામાં સૌથી ઓછી છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 39 લાખ, 53 હજાર 475 થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડને કારણે કુલ 214 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 50 હજાર 589 લોકોનાં મોત નીપજ્યાં છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ, સમગ્ર દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 2 લાખ 30 હજાર 971 નોંધાઈ છે, જે છેલ્લા 208 દિવસોમાં સૌથી ઓછી છે. સક્રિય કેસો કુલ સંક્રમણના એક ટકાથી ઓછા છે. હાલમાં તે 0.68 ટકા જોવા મળે છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા કહી શકાય છે.
હાલમાં, દેશમાં રિકવરી રેટ 97.99 ટકા નોંધવામાં આવ્યો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 23 હજાર 624 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 3 કરોડ, 32 લાખ, 71 હજાર, 915 લોકો આ મહામારીને માત આપીને સ્વસ્થ થયા છે.જો દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર ની વાતલકરીએ તો તે 1.57 ટકા નોંધવામાં આવ્યો છે, જે છેલ્લા 107 દિવસથી ત્રણ ટકાથી નીચો જોવા મળે છે. દૈનિક પોઝિટિવિટી દર 1.42 ટકા નોંધવામાં આવ્યો છે. તે પણ છેલ્લા 41 દિવસથી ત્રણ ટકાથી નીચો જોવા મળે છે.