
મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરતુ હવામાન વિભાગ,અન્ય રાજ્યોમાં પણ પડી શકે છે ભારે વરસાદ
મુંબઈ:દક્ષિણથી ઉત્તર સુધી વરસાદી માહોલદિલ્હીમાં વરસાદની સંભાવનાહવામાન વિભાગે કરી આગાહી સમગ્ર ભારતમાં દક્ષિણથી ઉત્તર સુધી ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે.હવામાનની આગાહી અનુસાર, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીમાં વરસાદની સંભાવના છે.તે જ સમયે, દેશની આર્થિક રાજધાની મુંબઈના ઘણા વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 થી 72 કલાક દરમિયાન કચ્છ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, હિમાચલ, જમ્મુ, ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. તેમજ દિલ્હીનું આકાશ દિવસ દરમિયાન વાદળછાયું રહી શકે છે. તે જ સમયે, ઉત્તરાખંડ અને હિમાચલમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દેહરાદૂનમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને શિમલામાં 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે.
આ ઉપરાંત જમ્મુમાં આજે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું છે.અહીં પણ વરસાદની સંભાવના છે.યુપીની રાજધાની લખનઉની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહેશે.