1. Home
  2. ગુજરાતી
  3. નુપૂર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અજમેરની દરગાહના ખાદિમની મોડીરાતે ધરપકડ કરાઈ
નુપૂર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અજમેરની દરગાહના ખાદિમની મોડીરાતે ધરપકડ કરાઈ

નુપૂર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અજમેરની દરગાહના ખાદિમની મોડીરાતે ધરપકડ કરાઈ

0
Social Share
  • અજમેરના ખાદિમથી છેવટે ધરપકડ કરાઈ
  • નુપૂર શર્માને જાનથી મારી નાખવાની આપી હતી ધમકી
  • મોજી રાત્રે પોલીસે કરી ધરપકડ

ઉદયપુર – ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખાદિમ સલમાન ચિશ્તીની અજમેર પોલીસે મોડી રાત્રે  ધરપકડ કરી છે.. ધમકીનો વીડિયો વાયરલ થયા બાદ સલમાન ચિશ્તી ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે તે પોતાના ઘરમાં હતો ત્યારે જ પોલીસ આવી હતી .

અજમેર દરગાહનો ખાદિમ સલમાન ચિશ્તી 2 દિવસથી ફરાર હતો, જેને પોલીસ આતુરતાથી શોધી રહી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ રાજ્યમાં જ નહીં પરંતુ દેશમાં પણ તેની ચર્ચા થઈ રહી છે અને પોલીસ પર જલ્દી ધરપકડ કરવાનું દબાણ વધી ગયું છે.

. મોડી રાત્રે પોલીસને માહિતી મળી કે સલમાન ચિશ્તી હજુ પણ તેના ઘરે હાજર છે, જેના પછી પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. હાલ સલમાન ચિશ્તીને દરગાહ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે, જ્યાં પૂછપરછ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ  વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે ‘સમય  પહેલા જેવો નથી રહ્યો, નહીં તો હું નહી બોલતે, મને જન્મ આપનાર મારી માતાના સોંગદ, મેં તેને જાહેરમાં ગોળી મારી દીધી હોત, હું મારા બાળકોની કસમ, મેં તેને ગોળી મારી હોત અને આજે પણ હું છાતી ઠોકીને કહું છું, જે કોઈ નુપુર શર્માનું ગળું લાવશે, હું તેને મારું ઘર આપીશ અને રસ્તે ચાલતો થઈ જઈ,આમ ધમકી વાળઆ વીડિયો બાદ સત તેની નિંદા થી રહી હતી.

વીડિયોમાં તેણે પોતાને ખ્વાજાનો સાચો સૈનિક ગણાવ્યો અને કહ્યું કે આજે પણ મારામાં ચીરી નાખવાની તાકાત છે. વાયરલ વીડિયોમાં સલમાન મુસ્લિમોને ઉશ્કેરતી વાતો પણ કહી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે  17 જૂને દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તીએ ગરીબ નવાઝની દરગાહની બહારથી નીકળેલા મૌન સરઘસમાં પણ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.ત્યારે હવે ા ઘટનાને મામલે પોસીલે મોજી રાત્રે તેની ઘરપકડ કરી લીધી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code