HomeગુજરાતીગુજરાતGTUમાં કૂલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટીની રચના, વૈભવ ભટ્ટને ઈનચાર્જનો હવાલો

GTUમાં કૂલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટીની રચના, વૈભવ ભટ્ટને ઈનચાર્જનો હવાલો

અમદાવાદ, 30 સપ્ટેમ્બર, 2026 :  Search committee formed for appointment of Chancellor in GTU ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કૂલપતિ ડો. રાજુલ ગજ્જરનો કાર્યકાળ પૂર્ણ થતાં કાર્યકારી કુલપતિ તરીકે GTUના પ્રોફેસર અને સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સના ડિરેક્ટર વૈભવ ભટ્ટને હવાલો સોંપવામાં આવ્યો છે. અને નવા કૂલપતિની નિમણૂક માટે ચાર સભ્યોની સર્ચ કમિટી બનાવવામાં આવી છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના પ્રથમ મહિલા કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરનો 3 વર્ષનો કાર્યકાળ 3 ઓગસ્ટ પૂર્ણ થયો હતો. જેથી કાર્યકારી કુલપતિ તરીકે GTUના પ્રોફેસર અને સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સના ડિરેક્ટર વૈભવ ભટ્ટની નિમણૂંક કરવામાં આવી છે. કાયમી કુલપતિ ન મળ્યા હોવાથી ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવી હતી. અત્યારે ઇન્ચાર્જ કુલપતિ વૈભવ ભટ્ટને GTUનો વહીવટ ચલાવવાની સત્તા સોંપવામાં આવી છે, પરંતુ ઇન્ચાર્જ કુલપતિ કોઈ મોટો નિર્ણય લઈ શકતા નથી. નિયમ મુજબ મુદત પૂરી થવાના ત્રણ મહિના પહેલાં સર્ચ કમિટીની રચના કરવાની હોય છે, પરંતુ પ્રક્રિયા શરૂ ન થઈ હોવાથી નવા કાયમી કુલપતિની પસંદગી અટકી પડી હતી. પરિણામે, ગુજરાત યુનિવર્સિટીની જેમ GTUમાં પણ ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવી હતી. જો કે તેના દોઢ મહિના બાદ સર્ચ કમિટીની રચના કરવામાં આવી છે.

જીટીયુના નવા કૂલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવી છે જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન ભાગ્યેશ ઝા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ. સંજીવ ઓઝા, દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતિક શર્મા અને દિલ્હી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર યોગેશ સિંહની નિમણૂક કરવામાં આવી છે. હવે સર્ચ કમિટી જાહેરાત બહાર પાડી કાયમી કુલપતિ માટે અરજીઓ મંગાવશે. જેમાંથી કેટલાક નામોની પંસદગી કરી સરકારને મોકલી આપશે. જે બાદ સરકાર દ્વારા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular