અમદાવાદ, 30 સપ્ટેમ્બર, 2026 : 12-year-old boy dies after getting trapped in lift શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર ફ્લેટ્સની લિફ્ટમાં ફસાતા 12 વર્ષના અંશુ ભગેલ નામના બાળકનું મોત નીપજ્યું હતું. ધો. 7માં અભ્યાસ કરતો અંશુ સ્કૂલથી ઘેર પરત ફર્યા બાદ રંગોળીનગર ટ્યૂશન ક્લાસમાં જવા નીકળ્યો હતો. તે દરમિયાન અચાનક લિફ્ટ અને દરવાજાના લોખંડના જાળી વચ્ચે અંશુનું માથું ફસાઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, અને સ્થળ પર જ અંશુનું નિપજ્યું હતું. આ બનાવથી આ વિસ્તારમાં ઙારે ગમગીની વ્યાપી ગઈ હતી. નારોલ પોલીસ આ બનાવમાં તપાસ કરી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટમાં દરવાજા અમે લિફ્ટની જાળી વચ્ચે ફસાતા અને લિફ્ટ ચાલુ થઈ જતા 12 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ધોરણ-7માં અભ્યાસ કરતો અંશુ બઘેલ નામનો સગીર શાળાએથી ઘરે આવીને બેગ મૂકી રંગોળીનગર ટ્યુશન જવા માટે નીકળ્યો હતો, તે દરમિયાન આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે સ્થાનિકો અને પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો છે.
આ કરૂણ ઘટનાના પગલે પરિવારજનોનું હૈયાફાટ રૂદન અને સોસાયટીના રહીશોમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઈનકાર કરવામાં આવતા પોલીસ અધિકારીઓ દ્વારા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી.
નારોલ પીઆઇ જે.બી. અગ્રવાતે જણાવ્યું હતું કે, બાળકનું લિફ્ટમાં ફસાઈ જતાં મોત થયું છે. તેમજ હાલમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, બિલ્ડરની બેદરકારી હતી, પરંતુ FSL અને ટેક્નિસિયનને સાથે રાખી તપાસ કરવામાં આવશે, જેની પણ બેદરકારી સામે આવશે તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.


