ગુજરાતી

પશ્ચિમ બંગાળમાં પકડાયેલા આતંકવાદીએ ઘરમાં જ બનાવી હતી સુરંગ

દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં જ NIAએ પશ્ચિમ બંગાળ અને કેરલમાંથી આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 9 ત્રાસવાદીઓને ઝડપી લીધા હતા. એનઆઈએની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પશ્ચિમ બંગાળના એક આતંકવાદીએ પોતાના ઘરમાં એક સુરંગ બનાવી હતી. જેમાં હથિયારો અને વિસ્ફોટક બનાવવાની સામગ્રી છુપવતો હોવાનું ખૂલ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બંગાળમાંથી ઝડપાયેલા આતંકવાદી સુફિયાનની ઉંડાણપૂર્વકની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. મુર્શિદાબાદ જિલ્લાના રાનીનગર સ્થિત તેના ઘરે તપાસ કરતા 7થી 8 ફુટ ઉંડી સુરંગ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ સુરંગમાં તે હથિયાર અને વિસ્ફોટ બનાવવાની સામગ્રી છુપવતો હોવાનું જાણવા મળે છે. NIAએ તપાસ દરમિયાન આ સુરંગમાંથી દેશી બોમ્બ જપ્ત કર્યાં હતા.

NIAની ટીમે સંમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને સુફિયાનના અડોશ-પડોશમાં પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત NIAની ટીમે તેની ધરપકડ કરી તે પહેલા સુફિયાદ અનેક લોકોના મોબાઈલ ફોન ઉપર સંપર્કમાં હતો. જેથી સુફિયાન કોના-કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. NIAની તપાસમાં હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

Related posts
Nationalગુજરાતી

પશ્ચિમ બંગાળના મતદારોમાં ઘુસણખોરોનો ઉમેરો થયાનો ભાજપનો આક્ષેપ

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ પાગી રહ્યાં છે. બીજી તરફ ભાજપ અને તૃણમૃલ કોંગ્રેસ દ્વારા એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં…
Nationalગુજરાતી

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં માર્ગ અકસ્માતમાં 13ના મોત, 18 વ્યક્તિ થયા ઘાયલ

દિલ્હીઃ ઉત્તરભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ ધુમ્મસના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ધુમ્મસને પગલે…
Politicalગુજરાતી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં શિવસેના પણ ઝંપલાવશે, રાજકીય જંગ જામશે

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેની ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરીને પ્રચાર પણ આરંભી…

Leave a Reply