1. Home
  2. ગુજરાતી
  3. ચાની ચુસ્કી લેતો નજરે પડ્યો વાનર,આ સ્ટાઇલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત
ચાની ચુસ્કી લેતો નજરે પડ્યો વાનર,આ સ્ટાઇલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

ચાની ચુસ્કી લેતો નજરે પડ્યો વાનર,આ સ્ટાઇલ જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

0
Social Share
  • ચાની ચુસ્કી લેતો નજરે પડ્યો વાનર
  • ચાના સ્ટોલ પર આનંદથી લઇ રહ્યો છે ચાની ચુસ્કી
  • અંદાજ જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત

સૌથી પહેલા તો ચા પીવાનો ટ્રેન્ડ ભલે ચીનમાં શરૂ થયો હોય, પરંતુ ભારતમાં પણ ચાના શોખીનોની કોઈ કમી નથી.ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે કે,તેઓ તેને ગમે ત્યારે અને ગમે તેટલી વખત પી શકે છે.પરંતુ શું તમે જાણો છો કે,માત્ર માણસો જ નહીં પ્રાણીઓ પણ ચાના ખૂબ શોખીન હોય છે.હાલના દિવસોમાં જે વીડિયો સામે આવ્યો છે. તેને જોઈને એવું લાગે છે કારણ કે તમે તમારા જીવનમાં ભાગ્યે જ કોઈ વાનરને ચા પીતા જોયો હશે!

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે,એક વાનર ચાની દુકાન પર બેસીને ચા પી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં સાઉથની ફિલ્મનું ગીત પણ વાગી રહ્યું છે.એવામાં, વાનરનું સંપૂર્ણ ધ્યાન તેના ચા ભરેલા કપ પર છે. કપને બંને હાથે પકડીને તે ધીમે ધીમે ગરમ ચાની ચુસ્કીઓ ભરી રહ્યો છે. આ દરમિયાન તે અહીં-તહીં જોતો પણ જોવા મળે છે.

આ ફની વીડિયોને ટ્વિટર પર Mahesh10816 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે.જેની સાથે તેણે કેપ્શન આપ્યું, ‘એક વાનર પણ રસ્તાની બાજુની ચાની દુકાન પર ચા પી શકે છે, આમાં કોઈ મોટી વાત નથી.’

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે,ઘણા યુઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે કહ્યું કે,આ નજારો ખરેખર અદ્ભુત છે કે, હું આ વાનરના પ્રેમમાં પડી ગયો. બીજી તરફ, અન્ય એક યુઝરે લખ્યું કે મને લાગે છે કે બદલાતા સમયની સાથે વાનરોને પણ આ પીણાની આદત પડી ગઈ છે. અદ્ભુત!. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ-અલગ રીતે પ્રશંસા કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code