1. Home
  2. ગુજરાતી
  3. વિશ્વની સૌથી મોંઘી ચા આ દેશમાં ઉગાડાય છે,જાણો આ ચાની કિંમત
વિશ્વની સૌથી મોંઘી ચા આ દેશમાં ઉગાડાય છે,જાણો આ ચાની કિંમત

વિશ્વની સૌથી મોંઘી ચા આ દેશમાં ઉગાડાય છે,જાણો આ ચાની કિંમત

0
Social Share

વિશ્વભરના લોકો તેમના દિવસની શરૂઆત ચાના કપથી કરે છે. ચા પીવાથી શરીરને સ્ફૂર્તિ મળે છે અને તાજગી અનુભવવા લાગે છે. જો તમે પણ ચા-પ્રેમી છો તો તમે પણ દિવસમાં અનેક વખત ચા પીતા હશો. સવાર હોય, બપોર હોય કે સાંજ, એક કપ ચા તમને આરામ આપે છે.આ ચાના ભાવ એકદમ સસ્તા છે.સામાન્ય રીતે ભારતીય દુકાનોમાં 10 થી 20 રૂપિયામાં ચાની ચુસ્કી આપ લઇ શકો છો.જ્યારે કોઈ ફાઇવ-થ્રી સ્ટાર હોટેલ કે મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં તો 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયામાં ચા મળતી હોય છે.

પરંતુ, શું તમને કયારેય સાંભળ્યું છે કે દુનિયામાં પણ સૌથી મોંઘી ચા છે, જીહાં, આ ચા દુનિયાના એક ખૂણામાં ઉપલબ્ધ છે,જે સૌથી મોંઘી ચા હોવાનું કહેવાય છે. અમે વાત કરી રહ્યા છે ચીનમાં મળતી દા-હોંગ-પાઓ-ચાની.જો તમારે આ 1 કિલો ચા ખરીદવી હોય તો તમારે લગભગ 9 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે.જેથી આ ચાને દુનિયાની સૌથી મોંઘી ચા હોવાનું કહેવાય છે.ચીન દેશ ચા ઉત્પાદક દેશ તરીકે બીજા નંબરે છે.ભારત ચાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે છે.પરંતુ, દુનિયાની સૌથી મોંઘી ચા ચીનમાં ઉગાડવામાં આવે છે.

ચીનના ફુજિયાનના વુસાન વિસ્તારમાં દા હોંગ પાઓ ચાની ખેતી કરવામાં આવે છે. જે વૃક્ષોમાં આ ચા ઉગાડવામાં આવે છે તે અતિ દુર્લભ વૃક્ષો છે. અને તેને માતૃવૃક્ષ પણ કહેવામાં આવે છે. આ ચા પત્તીમાં ઘણા ઔષધિય અને ફાયદાકારક ગુણો છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આ ચા-પત્તી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક મોટું કારણ છે, જેના કારણે આ ચાની પત્તીને જીવનદાતા પણ કહેવામાં આવે છે.

ચાઈનીઝ લોકોના મતે આ ચાનો ઈતિહાસ ઘણો જૂનો છે, એક વખત મિંગના શાસન દરમિયાન રાણીની તબિયત ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ ડોક્ટરોએ તેમને આ ચા આપી હતી.ચાએ અજાયબી બતાવી અને રાણીને સાજી કરી.આ છોડ ખૂબ જ દુર્લભ છે. તેની સંભાળ રાખવામાં ઘણી મહેનત કરવી પડે છે, દવા પણ એવી કરવામાં આવે છે કે તેને પીવાથી શરીરના અનેક ગંભીર રોગોથી સરળતાથી છુટકારો મળી શકે છે. વિશ્વમાં આના માત્ર 6 વૃક્ષો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code