1. Home
  2. ગુજરાતી
  3. નુસરત જહાંની ખુબસુરતીનું રહસ્ય
નુસરત જહાંની ખુબસુરતીનું રહસ્ય

નુસરત જહાંની ખુબસુરતીનું રહસ્ય

0
Social Share

નુસરત જહાં કરે છે રોજ યોગા

નુસરતને પસંદ છે રનિંગ કરવાનું

તેની ખુબસુરતીનું રહસ્ય છે મેટાબૉલિઝમ

પોતાના ડ્રેસિંગને લઈને રહે છે ચર્ચામાં

મિડિયામાં છવાયેલી રહે છે નુસરત જહાં

બસીરહાટ લોકસભાની સીટ પરથી ટીએમસીની સાંસદ બનેલી અને બાંગલા ફિલ્મ ઈંડસ્ટ્રીની એક્ટર નુસરત જહા પોતે મુસ્લિમ હોવા છતા હિન્દુ યૂવક સાથે લગ્ન કર્યા હોવાથી ખુબજ ચર્ચામાં જોવા મળે છે,મિડિયામાં ચારે બાજુ નુસરતને લઈને અનેક ટીખળો થતી રહેતી હોય છે તો સાથે સાથે નુસરતની ખુબસુરતીના દિવાનાઓ પણ કમ નથી જ્યા એક બાજુ તેને ધર્મને લઈને ટ્રોલ કરવામાં આવે છે તો બીજી બાજુ તેના ચાહનારા તેની ખુબસુરતીની તારીફ કરતા થાકતા નથી.

નુસરત પોતાની સાડી ,ડ્રેસ કે આઇટફિટને લઈને હમેંશા મિડિયામાં ચમકતી રહેતી હોય છે. તેણે 19 જુનના રોજ બિઝનેસ મેન નિખિલ જેન સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્નના ફોટોઝ સોશિયલ મિડિયામામં વાયરલ થતાની સાથે જ તેના દિવાનાઓ ધાયલ થયા હતા તેની ખુબસુરતીમાં તેના કપડાએ ચાર ચાંદ લગાવ્યા હતા ત્યારે નુસરતની ખુબસુરતી અને ફિટનેસને જાણવા સૌ કોઈ આતુર હશે તો ચાલો કરીયે એક નજર નુસરતની ખુબસુરતીના રહસ્ય પર.

સ્ટ્રોગં મેટાબોલિઝમઃ- તમને જાણીને આશ્ચર્ય થશે કે નુસરત વર્ક આઉટ ન કરવાના અનેક ઓપશન્સ શોધતી રહેતી હોય છે તેનું કહેવું છે કે “હું ખુબજ આળસુ છું “તેની મોસ્ટ ફેવરેટ એક્સરસાઈઝ રનિંગ કરવાની છે અને તે વેઈટ ટ્રેનિંગના ઓપશન્સમાં કાર્ડિયો અને યોગા કરવાનું પસંદ કરે છે,સાથે સાથે સવારના ઠંડા મોસમમાં હળવી હળવી ફ્રી-હેન્ડ્સ કસરતો કરવી પણ તેને ગમે છે, તેનુ કહેવું છે કે “મારા શરિરનું મેટાબૉલિઝમ ખુબ જ સારુ છે જેના કારણે મને વધારે મહેનત કરવાની જરુર પડતી નથી”

રનિંગની સાથે સાથે નુસરત યોગા પણ કરતી રહેતી હોય છે એમ પણ કહી શકાય કે નુસરતની ખુબસુરતી અને ફિટનેસનો રાઝ યોગા છે,તે પોતાને ફિટ રાખવા માટે અલગ અલગ યોગા કરે છે, કસરત કરે છે આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે નુસરતે ઈન્સ્ટાગ્રામ પર પોતાના યોગ કરતા ફોટોઝ શેર કર્યા હતા.તેનાથી જોવા મળે છે કે નુસરત પોતાના રોજીંદા જીવનમાં યોગને ખુબ જ મહત્વ આપે છે અને એટલેજ તે બેહદ ખુબસુરતની સાથે સાથે ફિટ પમ જોવા મળે છે.નુસરતને લોકો નેચરલ બ્યૂટી પણ કહે છે કારણ કે તે મેકઅપ વગર પણ તે એટલીજ સુંદર દેખાય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code