Site icon Revoi.in

10 સિંહ એક સાથે રેલવે ટ્રેક પરથી પસાર થતાં જ પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી

Social Share

ભાવનગર, 6 ઓગસ્ટ 2026 : The pilot applied the emergency brake as ten lions crossed the railway track અમરેલી જિલ્લામાં પીપાવાવથી ધારી સુધીના રેલવે ટ્રેક પર અવારનવાર સિંહ આવી જતા હોવાથી ટ્રેનના પાયલોટએ ભારે સાવચેતી રાખવી પડતી હોય છે. એટલું નહીં રેલવે ટ્રેક પર વન વિભાગના ટ્રેકરો પણ ફરજ બજાવતા હોય છે. ત્યારે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના લોકો પાઇલટોની ઉત્કૃષ્ટ સતર્કતા અને સમયસૂચકતાના કારણે એક મોટો અકસ્માત ટળ્યો છે. ધારી નજીક રેલવે ટ્રેક પર આવી ચઢેલા 10 એશિયાટિક સિંહોના ટોળાને જોઈને લોકો પાઇલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. રેલવે અને વન વિભાગ વચ્ચેના ઉત્તમ સમન્વયના પરિણામે એશિયાટિક સિંહ પરિવારનો આબાદ બચાવ થયો  હતો.

આ બનાવની વિગત એવી છે કે, અમરેલીના  ધારી નજીકના રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રેક પર સિંહ-સિંહણ અને તેના બચ્ચા સહિત 10 સાવજોનું ટોળું આવી ગયું હતું,  ટ્રેક પર સિંહોના પરિવારને જોઈને લોકો પાઇલટે સહેજ પણ ગભરાયા વગર તાત્કાલિક સૂઝબૂઝ અને જાગૃતતાનો પરિચય આપ્યો હતો અને ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેનને સિંહોની નજીક સુરક્ષિત રીતે રોકી લીધી હતી.

આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વન કર્મચારીઓએ ટ્રેક પરથી તમામ 10 સિંહોને સલામત રીતે દૂર ખસેડ્યા બાદ જ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. લોકો પાઇલટની આ સતર્કતાના કારણે સાવજોનો એક મોટો પરિવાર અકસ્માતથી બચી ગયો હતો.

Exit mobile version