1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ મેચ રમાવાની શક્યતા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ મેચ રમાવાની શક્યતા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપ મેચ રમાવાની શક્યતા

0
Social Share

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ગણાતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આ વર્ષે આઈસીસી વન ડે ક્રિક્રેટ કપ  અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ મેચ યોજવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે. 2016 પછી પહેલીવાર ભારતીય ધરતી પર બંને ટીમો આમને સામને આવી શકે છે.

ક્રિકેટ બોર્ડના સૂત્રોના જમાવ્યા મુજબ આ વર્ષે યોજાનારા વર્લ્ડકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. વર્ષ 2016 પછી ફરી એકવાર પાકિસ્તાન યજમાન દેશ સામે ઉતરી શકે છે. બન્ને દેશો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે ICC વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ (Word Cup 2023) આ વર્ષે ભારતમાં યોજાશે. આ ક્રિકેટના આ મહાકુંભમાં વિશ્વની શ્રેષ્ઠ ટીમો ભાગ લેશે.

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે શાનદાર મેચ યોજાઈ શકે છે.  2016 પછી પહેલીવાર ભારતીય ધરતી પર બંને ટીમો આમને સામને આવી શકે છે. મિડિયા રિપોર્ટના કહેવા મુજબ  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારત-પાકિસ્તાન હાઈ-વોલ્ટેજ મેચની યજમાની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને સોંપવાનો નિર્ણય કર્યો છે. દેશના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ દર્શકોની બેઠક ક્ષમતા છે. આઈપીએલની 16મી આવૃત્તિ બાદ BCCI ટૂંક સમયમાં જ વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરશે. જો બધું બરાબર રહેશે તો 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપ યોજાશે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે 12 સ્થળો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ, નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગલુરુ અને ધર્મશાલાનો સમાવેશ કરાયો હોવાનું કહેવાય છે.

રિપોર્ટ અનુસાર, સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની ટીમ તેની મોટાભાગની મેચ ચેન્નાઈ અને બેંગલુરુમાં રમી શકે છે, જ્યારે ત્રીજું સ્થળ કોલકાતાનું ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ હોઈ શકે છે, તેવી જ રીતે બાંગ્લાદેશની ટીમ પણ તેની મોટાભાગની મેચો કોલકાતા અને ગુવાહાટીમાં રમી શકે છે. બાંગ્લાદેશના ચાહકોની મુસાફરીનું અંતર જોઈને આ નિર્ણય લેવામાં આવી શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભારતમાં ફરી એકવાર 2011 પછી વર્લ્ડકપ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ટીમમાં કોને સ્થાન મળશે તે અંગે પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. વિકેટકીપર તરીકે રિષભ પંચ, કેએલ રાહુલ, ઈશાન કિશન, સંજૂ સેમનને સ્થાન મળશે કે કેમ તે અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે. અકસ્માતમાં ઘાયલ થયા બાદ રિષભ પંત ટીમમાંથી બહાર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code