નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“દેશના સૈનિકો, ખેડૂતો અને સ્વાભિમાન માટે પોતાનું જીવન સમર્પિત કરનારા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.”