
દેશના સૌથી અમીર લોકો આ શહેરમાં રહે છે, આ યાદીમાં અમદાવાદ-લખનઉ નથી સામેલ
- દેશના સૌથી અમીર લોકોના શહેર
- આ શહેરમાં રહે છે દેશના અબજોપતિ લોકો
- અમદાવાદ-લખનઉનું નામ નથી આ યાદીમાં
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અમીર લોકોની યાદી વધતી જાય છે. લોકો કરોડપતિ બની રહ્યા છે. આર્થિક રીતે વધારે શ્રધ્ધર બની રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે દેશની અમીર લોકોને આ શહેરો સૌથી વધારે રહેવું ગમે છે અને આ યાદીમાં અમદાવાદ અને લખનઉનું નામ પણ નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર ગયા વર્ષે ભારતમાં 51 નવા અબજોપતિ બન્યા હતા. આ સાથે ભારતમાં અબજોપતિઓની સંખ્યા હવે 250ને વટાવી ગઈ છે. હવે માત્ર અમેરિકા અને ચીન જ અબજોપતિઓની બાબતમાં ભારતથી આગળ છે. કોરોના મહામારી પછી પણ દુનિયાભરમાં અમીર લોકોની સંપત્તિમાં વધારો થયો છે. ભારતમાં પણ આ સમયગાળા દરમિયાન અબજોપતિઓની સંપત્તિમાં જ વધારો થયો નથી, પરંતુ તેમની સંખ્યામાં પણ વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર, દેશની આર્થિક રાજધાની અબજોપતિઓ દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. એકલા મુંબઈમાં જ 31 અબજોપતિ અને 249 સેન્ટિમિલિયોનેર છે. દેશની રાજધાની નવી દિલ્હી શ્રીમંતોની પસંદગીના સંદર્ભમાં બીજા ક્રમે છે. . દિલ્હીમાં 15 અબજોપતિ, 122 સેન્ટીમિલિયોનેર, 2000થી વધુ કરોડપતિઓ અને 30,500 High-Net-Worth Individual રહે છે.
દિલ્હી પહેલા કોલકાતા ભારતની રાજધાની હતી. કેટલાક લોકો આ જૂના શહેરને ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ ઓળખે છે. આ ઉપરાંત, 800 થી વધુ ઉચ્ચ નેટ-વર્થ ધરાવતા વ્યક્તિ (HNWIs) પણ શહેરમાં રહે છે. ભારતની સિલિકોન વેલી બેંગ્લોર તરીકે જાણીતું આ શહેર અબજોપતિઓની ફેવરિટ યાદીમાં પણ સામેલ છે. આ ટેક સિટીમાં હાલમાં 11,700 કરોડપતી રહે છે અને આગામી 10 વર્ષમાં તેમની સંખ્યામાં 90 ટકાનો વધારો થઈ શકે છે. દક્ષિણ ભારતનું આ ઐતિહાસિક શહેર આ યાદીમાં પાંચમા સ્થાને છે.