
ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજે બીજી વનડે,ઢાકાના શેરે-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે મેચ
મુંબઈ:ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન ડે સિરીઝની બીજી મેચ આજે ઢાકાના શેરે-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાશે.પ્રથમ મેચમાં ભારતીય ટીમને એક વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. એવામાં સિરીઝમાં ટકી રહેવા માટે તેના માટે આ મેચ જીતવી જરૂરી છે.બીજી વનડે મેચ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યાથી રમાશે.
ભારતીય ટીમ 7 વર્ષમાં પ્રથમ વખત દ્વિપક્ષીય સિરીઝ માટે બાંગ્લાદેશના પ્રવાસે ગઈ છે.આ પહેલા વર્ષ 2015માં જ્યારે ભારતીય ટીમે એમએસ ધોનીની કપ્તાનીમાં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો ત્યારે તેને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.હવે પ્રથમ વનડેમાં હાર બાદ તે સિરીઝની યાદો ફરી તાજી થઈ ગઈ છે.ભારતીય ટીમ આ વર્ષે ખૂબ જ દબાણમાં છે કારણ કે પરિણામો તેમની તરફેણમાં આવ્યા નથી.
વનડે સિરીઝ માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, દીપક ચહર અને કુલદીપ સેન.