1. Home
  2. ગુજરાતી
  3. ટાઇગર શ્રોફની ફિલ્મ હીરોપંતી 2 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
ટાઇગર શ્રોફની ફિલ્મ હીરોપંતી 2 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

ટાઇગર શ્રોફની ફિલ્મ હીરોપંતી 2 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

0
Social Share
  • ફિલ્મ હીરોપંતી 2 નું ટ્રેલર થયું રિલીઝ
  • બબલુ ફરીથી લોકોના દિલ જીતવા માટે તૈયાર
  • જબરદસ્ત એક્શન અવતારમાં દેખાયો ટાઇગર 

મુંબઈ:બોલિવૂડનો ચાર્મિંગ અને એક્શન હીરો ટાઈગર શ્રોફ હાલમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ હીરોપંતી 2 માટે ચર્ચામાં છે.સાજિદ નડિયાદવાલા સાથે ફરી એકવાર ટાઇગર ગર્જના કરવા તૈયાર છે.ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને આ દરમિયાન મેકર્સે હીરોપંતી 2નું ધમાકેદાર ટ્રેલર પણ રિલીઝ કર્યું છે અને બબલુ ફરીથી લોકોના દિલ જીતવા માટે તૈયાર છે.ટ્રેલરમાં ટાઈગર શ્રોફ જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે.

ટાઇગર શ્રોફે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હીરોપંતી 2નું ટ્રેલર પણ શેર કર્યું છે.તેને શેર કરતા લખ્યું, ‘અસલી હીરોપંતી લોકોને જીતવામાં છે, આવી રહ્યો છે બબલુ તમારા લોકોનું દિલ જીતવા માટે. ફિલ્મનું ટ્રેલર સેલેબ્સ અને ફેન્સ દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે.

હીરોપંતી 2 ના ટ્રેલરમાં બબલુ એટલે કે ટાઈગર શ્રોફ એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે,જયારે સાયબર દુનિયાનો બાદશાહ લૈલા નવાઝુદ્દીન સિદ્દીકીની એક ઝલક પણ જોવા મળી હતી. આ ટ્રેલરમાં જ્યાં ઈમોશન જોવા મળી રહ્યું છે, ત્યાં જબરદસ્ત થ્રિલર પણ છે. ટ્રેલરમાં બબલુનો ગુસ્સો, દર્દ અને જુસ્સો બતાવવામાં આવ્યો છે. ટ્રેલર એકદમ ધમાકેદાર છે.

અહીં જુઓ ટ્રેલર :

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code