
હમાસના સ્થાપકો પૈકીના એકના પુત્રએ આતંકવાદી સંગઠનનો અસલી ચહેરો દુનિયા સામે જાહેર કર્યો
હમાસના કારણે ગાઝામાં તબાહીના દ્રશ્યો સર્જાયાં છે. ઈઝરાયલ તરફથી સતત ગાઝા ઉપર હુમલા કરવામાં આવી રહ્યાં છે. આ યુદ્ધમાં અનેક લોકોના મૃત્યુ પામ્યાં છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં હમાસના સંસ્થાપકો પૈકીના એક શેખ હસન યુસુફના દીકરા મોસાબ હસન યુસુફએ હમાસનો આતંકવાદી ચહેરો દુનિયા સામે જાહેર કર્યો છે.
હુસેન યુસુફના જણાવ્યા અનુસાર હમાસનો ઈદારો માત્રને માત્ર મોતની ઈબાદત કરવાનો છે. જ્યારે તેણે હમાસ છોડવાનો નિર્ણય કર્યો તો સંગઠને ભાગેડુ જાહેર કર્યો હતો. એટલું જ નહીં મોસાબ હસન યુસુફે 10 વર્ષ સુધી શિન બેટ માટે ખબરી તરીકે પણ કામ કર્યું હતું. શિન બેટ ઈઝરાયલની આંતરિક સુરક્ષી એજન્સી છે જે હમાસની ગતિવિધિઓ ઉપર સતત નજર રાખી રહ્યું છે. આ વીડિયો લગભગ 2014નો હોવાનું જાણવા મળે છે. તે સમયે પણ ઈઝરાયલ અને પેલિસ્ટીન વચ્ચે યુદ્ધ છેડાયું હતું. આ જંગમાં હમાસ તરફથી સતત હુમલા કરવામાં આવ્યા હતા.
મોસાબ હસને એક ઈન્ટરવ્યુહમાં જમાવ્યું હતું કે, ગાઝા ઉપર શાસન કરવા માટે માનવ જીવનનું કોઈ મહત્વ નથી. તેને પૂછવામાં આવ્યું કે, તેઓ હમાસના આગામી નેતા હોવાનું મનાતા હતા તો કેમ સંગઠન છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હસને કહ્યું કે, બહુ સામાન્ય કારણો છે. હમાસને પેલિસ્ટિન, ઈઝરાયલ અને અમેરિકનોની જીંદગીની કોઈ ચિંતા નથી. તેઓ પોતાની જીંદગીની પણ ચિંતા કરતા નથી. તેઓ પોતાની વિચારધારા માટે મરવાનું પસંદ કરે છે, જે માત્ર મોતની જ બંદગીની વિચારધારા છે. જેથી આપ કેવી રીતે વિચારી શકો કે, આપ તમે એવા સમાજ સાથે જોડાયેલા છે.
હમાસ છોડ્યા બાદ હસનને તેના પિતાએ પોતાનો દીકરો માનવાનો ઈન્કાર કર્યો હતો. હાલ હસને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે અને હાલ અમેરિકામાં વસવાટ કરે છે. હસને પ્રશ્ન કર્યો કે, તમે એવા લોકો રહી શકો કે તેમનો એક માત્ર લક્ષ્યાંક વિનાશ જ હોય ?, તેના જવાબમાં તેમણે કહ્યું કે, હમાસની સાથે રહેવામાં અને સમાધાન કરવામાં કોઈ રુચી નથી. હમાસને બસ જીત અને કબજો કરવા ઉપર જ વિશ્વાસ છે. યુસુફ માને છે કે, હમાસ માત્ર ઈઝરાયલનો વિનાશ કરીને નહીં અટકાય. હમાસનો અંતિમ લક્ષ્યાંક ઈસ્લામિક ખલીફાની સ્થાપના કરવાનો છે, જે સભ્યતાને ખતમ કરીને તૈયાર કરાશે. હમાસનો માત્ર આ લક્ષ્યાંક સાથે સતત આગળ વધી રહ્યું છે.
હસને હમાસ ઉપર પુસ્તક પણ લખ્યું છે અને તેનું ટાઈટલ છે સન ઓફ હમાસ અને તેમાં સંગઠનની કામગીરીનો અને તેના લક્ષ્યાંકનો ઉલ્લેખ કરાયો છે. હમાસ યુદ્ધમાં હથિયારના આધારે માસુમોને નિશાન બનાવી રહ્યાં છે. યુસુફનું જીવન જીવન વેસ્ટ બેંકમાં વિત્યું છે. જેને લઈને વિસ્તારમાં ઉલ્લેખ કર્યો છે. મસ્જિદોમાં હમાસ બાળકોને બસ શિખવાડે છે. માસુમોનુ ખુન વહાવીને વિચારધારાની રક્ષા કરીને ઈસ્લામિક દેશની સ્થાપના શક્ય નથી. સંગઠન પાંચ વર્ષના બાળકોને આ માટે તૈયાર કરે છે અને તેમના દિમાલમાં પોતાની વિચારધારાને મજબુત કરે છે.
યુસુફનું માનીએ તો તો હમાસનો અસલી ચહેરો જોવો અને સત્યનો સામનો કરવો મુશ્કેલ છે. આ સત્ય બહાર આવ્યા બાદ તેને નકારવુ પણ મુશ્કેલ છે. હમાસમાં જોડાયા બાદ તેમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. હસને હમાસ છોડવાનો નિર્ણય કર્યો તો તેમણે પરિવારની સાથે તમામ ગુમાવવુ પડ્યું હતું. તેઓ ગાઝાની પટ્ટીના સ્થાનિકોને જોઈને દુખી થાય છે અને હમાસે તેમના કેટલુ ઝેર ભર્યું છે તેના વિશે વિચારીને ચિંતિત છે.
(PHOTO-FILE)