
દુનિયાની અજીબોગરીબ જગ્યાઓ,જે લાખો વર્ષોથી છે વીરાન-વૈજ્ઞાનિકો માટે કોયડા સમાન
- દુનિયાની અજીબોગરીબ જગ્યાઓ
- જે લાખો વર્ષોથી છે વીરાન
- વૈજ્ઞાનિકો માટે કોયડા સમાન
આ દુનિયા બહુ વિચિત્ર છે. કેટલીકવાર અહીં એવી-એવી વસ્તુઓ જોવા મળે છે, જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હોય.ખાસ કરીને જો જગ્યાઓની વાત કરીએ તો આ દુનિયામાં ઘણી એવી ‘અજબ’ જગ્યાઓ છે, જે લાખો વર્ષોથી વીરાન છે અને અહીંની કેટલીક બાબતો વૈજ્ઞાનિકો માટે પણ કોયડો બનીને રહી છે.તો,ચાલો જાણીએ આવી જ કેટલીક વિચિત્ર જગ્યાઓ વિશે…
મેકમર્ડો ડ્રાય વેલી: એન્ટાર્કટિકામાં આ સ્થળ વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરે છે. એવું કહેવાય છે કે,અહીંના કેટલાક વિસ્તારોમાં લાખો વર્ષોથી વરસાદ નથી પડ્યો અને તેના કારણે આ જગ્યાને જોઈને એવું લાગે છે કે આ કોઈ અન્ય ગ્રહ છે.
પિલબારાઃ ઓસ્ટ્રેલિયામાં આવેલી આ જગ્યા સાવ સૂકી છે. અહીં માત્ર ખડકો જ જોવા મળે છે.એવું કહેવાય છે કે,અહીં વિશ્વના સૌથી જૂના ખડકો છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોને આ જગ્યાએથી અબજો વર્ષ પહેલાના કેટલાક જીવોના નિશાન પણ મળ્યા છે.
ડોરસેટઃ બ્રિટનની આ જગ્યામાં અજીબોગરીબ પ્રકારના બેક્ટેરિયા જોવા મળતા રહે છે, જેનાથી વૈજ્ઞાનિકો ચોંકી જાય છે.આ સિવાય એવું કહેવાય છે કે,અહીં એક નદી પણ છે, જે કરોડો અને અબજો વર્ષોથી વહી રહી છે.
અટાકામા રણ: ચિલીના આ રણની ગણતરી વિશ્વના સૌથી સૂકા વિસ્તારોમાં થાય છે. દાયકાઓ વીતી ગયા અને અહીં આકાશમાંથી વરસાદનું એક ટીપું પણ પડતું નથી.અહીં ખોદકામ દરમિયાન વૈજ્ઞાનિકોને ઘણા વિચિત્ર બેક્ટેરિયા પણ મળ્યા છે.