Homeગુજરાતીભારતીય સેનાની તાકાત વધશે, આવનારા વર્ષમાં બેડામાં સામેલ કરાશે 6 અમેરિકન અપાચે...

ભારતીય સેનાની તાકાત વધશે, આવનારા વર્ષમાં બેડામાં સામેલ કરાશે 6 અમેરિકન અપાચે હેલિકોપ્ટર

દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ દિવસેને દિવસે વઘુ મજબૂત બની રહી છે ત્યારે હવે થલ સેના વઘુ મજબૂત બનવા જઈ રહી છે જાણકારી પ્રમાણેહવે પાયદળના સૈનિકને યુદ્ધના મેદાનમાં આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. દુશ્મનની ટેન્ક હોય કે કોઈ મોટો હુમલો, સેનાને તેમને નષ્ટ કરવા માટે એટેક હેલિકોપ્ટર મળવા જઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર  આવતા વર્ષે સેનાને 6 અમેરિકન અપાચે હેલિકોપ્ટર મળશે. આનાથી ભારતીય સેનાની તાકાત ચોક્કસપણે વધશે ઉલ્લેખનીય છે કે  વાયુસેના પાસે પહેલાથી જ 22 અપાચે હેલિકોપ્ટર છે. સેનાને તેની કામગીરી ઝડપી બનાવવા માટે એટેક હેલિકોપ્ટરની જરૂર છે. તેનાથી બંને વચ્ચે તાલમેલ સુધરશે અને પરિણામ પણ ઉત્તમ આવશે.

જો અપાચે હેલિકોપ્ટરની ખાસિયતની વાત કરવામાં આવે તો  અપાચે એર-ટુ-એર અને એર-ટુ-ગ્રાઉન્ડ એટેક મિસાઇલોથી સજ્જ છે. તેઓ હેલફાયર અને સ્ટ્રિંગર મિસાઇલોથી પણ સજ્જ છે. આ ઉપરાંત 70 એમએમ હાઈડ્રા રોકેટ પણ લગાવવામાં આવ્યા છે. 1200 રાઉન્ડ સાથે 30 એમએમની ચેઈન ગન પણ લગાવવામાં આવી છે. અપાચે હેલિકોપ્ટરની સ્પીડ 290 કિલોમીટર પ્રતિ કલાકની  છે.આ સાથે જ આ હેલિકોપ્ટર 20 હજાર ફૂટની ઊંચાઈએ ઉડવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહી 360 ડિગ્રી કવરેજ એરિયા તેને વધુ જોખમી બનાવે છે.

અપાચે રણ વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. ખરા અર્થમાં તે એક અદ્યતન મલ્ટીરોલ કોમ્બેટ હેલિકોપ્ટર છે. એક સાથે અનેક મોરચે લડવામાં સક્ષમતા ઘરાવે છે. આ હેલિકોપ્ટર દિવસ-રાત અને કોઈપણ હવામાનમાં કામ કરી શકે છે. આ હેલિકોપ્ટરની ડિઝાઇન એવી છે કે તેને રડાર દ્વારા સરળતાથી શોધી શકાતું નથી.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular