1. Home
  2. Agency
  3. News
  4. સુપ્રીમ કોર્ટ હવે તારીખ-પે-તારીખ ચલાવી લેવાના મૂડમાં નથી, મુદત પાડવાના નિયમો કડક બનશે
સુપ્રીમ કોર્ટ હવે તારીખ-પે-તારીખ ચલાવી લેવાના મૂડમાં નથી, મુદત પાડવાના નિયમો કડક બનશે

સુપ્રીમ કોર્ટ હવે તારીખ-પે-તારીખ ચલાવી લેવાના મૂડમાં નથી, મુદત પાડવાના નિયમો કડક બનશે

0
Social Share

નવી દિલ્હી, 19 માર્ચ, 2026: Supreme Court ભારતની સર્વોચ્ચ અદાલત હવે તારીખ-પે-તારીખ ચલાવી લેવાના મૂડમાં નથી. હવે અદાલતોમાં વારંવાર તારીખ લેવાની આદત પર કડક લગામ લાગવાની છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળવાના (adjournment) નિયમોને કડક બનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે હવે ‘તારીખ પે તારીખ’નો દોર લગભગ ખતમ થશે અને માત્ર અત્યંત જરૂરી સંજોગોમાં જ સુનાવણી ટાળવામાં આવશે.

કોર્ટ દ્વારા ગઈકાલે 18 માર્ચના રોજ જારી કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉના 29 નવેમ્બર 2025 અને 2 ડિસેમ્બર 2025 ના નિર્દેશોના સ્થાને હવે નવો નિયમ લાગુ થશે. આ અંતર્ગત અલગ-અલગ પ્રકારના કેસો માટે અલગ-અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ સેન્સેક્સમાં 2496 પૉઈન્ટનો જંગી કડાકો, રોકાણકારોના 12 લાખ કરોડ ધોવાયા

કોઈ બહાનું નહીં ચાલે

સૌથી કડક નિર્ણય ‘રેગ્યુલર કેસો’ને લઈને છે. આ કેસોમાં હવે કોઈપણ પ્રકારની મુદત આપવામાં આવશે નહીં. એટલે કે જો કેસ લિસ્ટેડ છે, તો કોઈપણ બહાના વગર સુનાવણી હાથ ધરવામાં આવશે.

બીજી તરફ, ‘ફ્રેશ’ અને ‘આફ્ટર-નોટિસ’ કેસોમાં પણ છૂટછાટ મર્યાદિત કરી દેવામાં આવી છે. જો કોઈ પક્ષકારે સુનાવણી ટાળવી હોય, તો તેણે અગાઉથી બીજા પક્ષકારને આ અંગે જાણ કરવી પડશે અને તેનો પુરાવો પણ આપવો પડશે. આ પ્રક્રિયા સુનાવણીના એક દિવસ પહેલા સવારે 11:00 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

મુદત માગવા માટે આપવું પડશે નક્કર કારણ

એટલું જ નહીં, બીજા પક્ષકારને પણ આની સામે વાંધો ઉઠાવવાની તક મળશે. તે બપોરે 12:00 વાગ્યા સુધી ઈમેલ દ્વારા પોતાનો વાંધો નોંધાવી શકે છે, જેને કોર્ટ સમક્ષ રાખવામાં આવશે. કોર્ટે એ પણ અનિવાર્ય કર્યું છે કે એડજર્નમેન્ટ માંગનારે ઠોસ કારણ જણાવવું પડશે અને એ પણ જણાવવું પડશે કે અગાઉ કેટલી વાર તારીખ લેવામાં આવી છે. કારણ વગર હવે સુનાવણી ટાળવી શક્ય બનશે નહીં.

પરિપત્ર મુજબ, માત્ર અસાધારણ સંજોગોમાં જ તારીખ મળશે. જેમ કે પરિવારમાં કોઈનું અવસાન, ગંભીર બીમારી અથવા અન્ય કોઈ ઠોસ અને વાસ્તવિક કારણ, જેને કોર્ટ સંતોષકારક માને.

આ પણ વાંચોઃ ડાંગમાં હનુમાનજીના 311 મંદિરના નિર્માણ પછી દેશભરમાં 1111 મંદિરનો સંકલ્પ

આ સિવાય વારંવાર તારીખ લેવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે. ફ્રેશ કેસોમાં એડજર્નમેન્ટની અરજી માત્ર એક જ વાર આપી શકાશે. સાથે જ, સતત બે વાર સુનાવણી ટાળવાની પરવાનગી આપવામાં આવશે નહીં, પછી ભલે માંગણી કોઈપણ પક્ષે કરી હોય. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એડજર્નમેન્ટની અરજી નક્કી કરેલા ફોર્મેટ (Annexure-A) માં જ આપવાની રહેશે અને તેને નિયત ઈમેલ આઈડી પર મોકલવાની રહેશે.

કુલ મળીને, સુપ્રીમ કોર્ટનું આ પગલું ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવાની દિશામાં મોટો બદલાવ માનવામાં આવી રહ્યો છે, જેનાથી પેન્ડિંગ કેસોના બોજને ઘટાડવામાં મદદ મળી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code